GPSCની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો
પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્કની પરીક્ષા લેવાશે
(એજન્સી)ગાંધીનગર, જીપીએસસીની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે ૨ તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. Circular regarding change in GPSC exam pattern released
બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના ૨ ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક, બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેના પરિપત્ર મુજબ હવે ૨ તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના ૧૨૦ માર્કનું કુલ ૧૫૦ માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. પરિપત્ર મુજબ ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.