CISF જવાનોની બસ પર ગ્રેનેડથી આતંકી હુમલો, ASI શહીદ

શ્રીનગર, જમ્મુમાં ચઢ્ઢા કેમ્પ પાસે CISFની બસ પર શુક્રવારે સવારે ૪ વાગ્યે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ બસ પર ગ્રેનેડ ફેંક્યો જેમાં ૧૫ જવાન સવાર હતા.
CISFએ પોતાના નિવેદનમાં કહ્યું કે હુમલા બાદ સ્થળ પર જ એન્કાઉન્ટર શરું થયું હતું. જવાબી કાર્યવાહીમાં આતંકીઓ ભાગી ગયા હતા. જ્યારે આ એન્કાઉન્ટરમાં એક છજીૈં શહીદ થયાના સમાચાર છે અને ૬ જવાન ઘાયલ થયા છે. જવાનો સુંજવાનમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની મદદ કરવા જઈ રહ્યા હતા જ્યાં રાતથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું.
જ્યાં એક જવાન શહીદ થવાના સમાચાર પણ છે. બીજી તરફ બારામુલ્લામાં સેનાએ ૪ આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરના સુંજવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળનો એક જવાન શહીદ થવાના અહેવાલ છે જ્યારે ૪ જવાન ઘાયલ થયા છે.
જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે એન્કાઉન્ટરમાં ૧ સુરક્ષા દળનો જવાન શહીદ થયો અને ૪ જવાન ઘાયલ થયા છે. અમે ગુરુવારે રાતથી જ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. એન્કાઉન્ટર હજુ ચાલુ છે, આતંકીઓ ઘરમાં છુપાયેલા છે.
બારામુલ્લા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કંત્રુ સહિત ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખીણમાં સૌથી લાંબો સમય જીવિત આતંકવાદી કંત્રુ સુરક્ષા દળના અનેક જવાનો અને નાગરિકોની હત્યામાં સામેલ છે અને તે કાશ્મીર ખીણમાં ટોચના ૧૦ વોન્ટેડ આતંકવાદીઓમાં સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ બાદ સાંબા જિલ્લાની મુલાકાતે છે. તેમની મુલાકાત પહેલા આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સુંજવાનમાં જ્યાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે ત્યાંથી સાંબાનું અંતર વધારે નથી.SSS