‘સિટાડેલઃહની બની’ અને ડાયનાની આગામી સીઝન રદ થઈ ગઈ

મુંબઈ, સમંથા રુથ પ્રભુ અને વરુણ ધવનની ‘સિટાડેલઃ હની બની’ એ પ્રિયંકા ચોપરાની સિટેડાલ ળેન્ચાઇઝીનું ઇન્ડિયન એડપ્શન છે. જેનું ડિરેક્શન રાજ અને ડિકે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિરીઝમાં પ્રિયંકાના બાળપણની સ્ટોરી છે, સામંથા પ્રિયંકાની માનો રોલ કરે છે.
આ સિરીઝમાં સામંથા અને વરુણ નાદિયાના માતા-પિતા એટલે કે પ્રિયંકાના માતા-પિતા છે. તેમની પહેલી સીઝન એવા પડાવ પર અટકી હતી કે તેની બીજી સીઝનના રાહ જોવાતી હતી. પરંતુ હમણા તેની બીજી સીઝનની શક્યતા નહિવત લાગે છે.
કેટલાંક અહેવાલો અનુસાર તેનું ઇટાલિયન વર્ઝન ‘સિટાડેલઃ ડાયના’ પણ રદ કરવામાં આવી છે. તેની પણ એક જ સીઝન આવી છે. આ પ્રકારની વિવિધ દેશની સ્પિન ઓપ સીઝન આવી હોવા છતાં મૂળ સિટાડેલની સ્ટોરી અકબંધ રહી છે.
ત્યારે એમેઝોને કન્ફર્મ કર્યું છે કે પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડનની સિરીઝની બીજી સીઝન ચોક્કસ આવશે.એમેઝોન એમજીએમ સ્ટુડિયોના ટેલિવિઝન વિભાગના હેડ વર્નન સેન્ડેર્સે જણાવ્યું હતું, “ઇન્ડિયા અને ઇટાલીમાં પહોંચ્યા પછી સિટાડેલઃહની બની અને સિટાડેલ ડાયના બંનેની મૂળ સિટાડેલની સ્ટોરીમાં વણાયેલી હશે.
આ સિરીઝના ઇન્ટરનેશનલ ચેપ્ટર સફળ રહ્યાં હોવા છતાં તે આગળ વધારવામાં આવશે નહીં, પરંતુ સિટાડેલની બીજી સીઝન ચોક્કસ આવશે, જે પહેલી સીઝન કરતાં પણ વધુ ઉત્સાહજનક હશે. તેની બીજી સીઝન ૨૦૨૬ના બીજા ભાગમાં તે રિલીઝ થાય એવી શક્યતા છે.”
એવી પણ ચર્ચા છે કે એમેઝોન એમજીએમ સ્ટુડિયોના પૂર્વ હેડ જેનિફરે નોકરી છોડી દીધાં પછી આ ફેરફાર થયાં છે. તેમણે સિટેડાલ યુનિવર્સને મંજુરી આપી હતી, પરંતુ તેમનાં ગયાં પછી હવે ફેરફાર થઈ ગયાં છે.SS1MS