Western Times News

Gujarati News

સિટીએ ભારત માટે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર પદે જીગર શાહની નિમણૂક કરી

જીગર ભારતમાં સિટીની ગ્રોથ સ્ટ્રેટેજીને ટેકો અને ફાઈનાન્સિયલ લીડરશીપ પ્રદાન કરશે

મુંબઈઃ સિટીએ તેની ભારત ફ્રેન્ચાઈઝી માટે ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે જીગર શાહની નિમણૂક કરી હોવાની જાહેરાત કરી છે. જીગર 1 જૂન2024થી આ પદ પર ફરજ બજાવી રહ્યા છે. જીગર ભારતમાં નાણાકીય બાબતો માટે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે સેવા આપશે. તેઓ ભારત માટે સિટી કંટ્રી ઓફિસર આશુ ખુલ્લરને પણ વ્યૂહાત્મક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સેગમેન્ટમાં ટેક પ્રદાન કરવાની સાથે ભારતીય ઉપખંડ માટે બેન્કિંગ હેડ તરીકે સેવા આપશે.

જીગર પાસે ફાઈનાન્સિયલરેગ્યુલેટરીરિપોર્ટિંગઓડિટરેગ્યુલેટરી એક્ઝામિનેશન્સ સહિત નાણાકીય ભૂમિકા ઉપરાંત સિટીના બિઝનેસ માટે વ્યૂહાત્મક નાણાકીય પહેલોનું સંચાલન કરવા સહિત વિવિધ સેગમેન્ટમાં 19થી વધુ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ફેબ્રુઆરી 2024થી ભારત માટે વચગાળાના CFO તરીકે સેવા આપી રહ્યા હતા.

આશુ ખુલ્લરે જણાવ્યું હતું કે, ભારતમાં અમારા બિઝનેસમાં જીગર ઉંડુ જ્ઞાન અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ તેમને આ નિર્ણાયક ભૂમિકા માટે લાયક બનાવે છે. તેમની નિમણૂક મજબૂત ફાઈનાન્સિયલ લીડરશીપ પ્રદાન કરશેતેમજ ભારતમાં અમારા ગ્રાહકોને પ્રીમિયમ સેવાઓ પહોંચાડવાની અને સ્ટ્રેટેજીને વેગ આપશે.”

સિટીના એશિયા સાઉથ ક્લ્સ્ટર માટેના સીઈઓ મુઈ-ઈંગ ટિઓએ જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે કેજીગરની નિપુણતા ભારતીય બજારમાં સિટીના વ્યૂહાત્મક ગ્રોથને અમૂલ્ય ટેકો આપશે. તેમનું નેતૃત્વ અમારા બિઝનેસમાં નાણાકીય શિસ્તતા પર ફોકસ કરવાની ખાતરી આપે છે.

ભારતીય ઉપખંડના એચઆર હેડ અને સિટી ઈન્ડિયા ચીફ એચઆર ઓફિસર આદિત્ય મિત્તલે જણાવ્યું હતું કે, “સિટીમાં નાણાકીય ક્ષેત્રે જીગર વિવિધ લીડરશીપની ભૂમિકા ભજવી ચૂક્યા છે. સંબંધિત અનુભવ અને નિપુણતા તેમને નવી ભૂમિકા સ્વીકારવા સજ્જ બનાવે છે. તેમની નિમણૂક એ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે સિટી તેની આંતરિક પ્રતિભાને સંવર્ધન કરે છે અને વ્યાવસાયિક વૃદ્ધિ માટે અજોડ તકો પૂરી પાડે છે.

જીગર શાહે કહ્યું હતું કેસિટી ઈન્ડિયા માટે સીએફઓ પદે પસંદગી કરવા બદલ હું ગર્વ અનુભવુ છું. જે મને અમારી લીડરશીપ ટીમ સાથે નજીકથી કામ કરવાની તેમજ ભારતીય બજાર પ્રત્યે સિટીની પ્રતિબદ્ધતાને અનુસરતાં ફાઈનાન્સિયલ લીડરશીપ તરીકે કામ કરવાની તક આપે છે.”

જીગર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમની વચગાળાના CFOની ભૂમિકા પહેલાંતેમણે સિટીના દક્ષિણ એશિયા ક્લસ્ટર માટે ક્લસ્ટર કંટ્રોલર તરીકે સેવા આપી હતી. ભારતના સીએફઓ તરીકેજીગર સિટીના એશિયા સાઉથ ક્લસ્ટર માટે સીએફઓ મુઇ ઈંગ ટીઓને રિપોર્ટ કરશે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.