Western Times News

Gujarati News

વડોદરામાં એક વર્ષમાં નાગરિકોએ 10 કરોડ ગુમાવ્યા, માત્ર ૪૦ લાખ પરત મળ્યા

સાયબર ફ્રોડના સરેરાશ રોજના એક ડઝનથી વધુ બનાવો, ગુનાખોરી અટકાવવાના પ્રયાસોની કોઈ અસર નહીં ઃ એક વેપારીએ ૪.૭પ કરોડ ગુમાવ્યા

વડોદરા, વડોદરામાં ઓનલાઈન ઠગાઈના થોકબંધ બનાવો બની રહ્યા છે અને આ બનાવોમાં ગુનેગારો પાસે રિકવરી કરવામાં પોલીસને સફળતા મળતી નથી. ઓનલાઈન ઠગાઈના કિસ્સા રોકવા માટે સાયબર સેલ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પણ ખાસ અસર દેખાતી નથી.

વડોદરામાં નાગરિકો સાથે જુદીજુદી રીતે ઓનલાઈન ઠગાઈના બનાવો બની રહ્યા છે જેમાં બેન્કના અધિકારીના નામે એટીએમ કાર્ડ સસ્પેન્ડ થઈ જશે તેમ કહી બેન્કની ડીટેલ લઈને અનેક લોકો પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે. શહેરમાં સરેરાશ રોજના એક ડઝનથી વધુ બનાવોમાં લોકો રોજ રૂ.એક થી દોઢ લાખની રકમ ગુમાવી રહ્યા છે.

જયારે કેટલાક કિસ્સામાં તો આ રકમ લાખોમાં પણ થાય છે જેથી સરેરાશ લોકોએ વર્ષમાં રૂ.૧૦ કરોડ ગુમાવ્યા હોવાનું માની શકાય છે. પરંતુ સાયબર સેલે માત્ર ૩૦ કિસ્સામાં રૂ.૪૦ લાખ જ રિકવર કર્યા છે.

તો કેટલાક કિસ્સામાં કેબીસીમાં તમારો મોબાઈલ નંબર સિલેકટ થયો છે તેમ કહી બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા અને તેમાં જુદી જુદી ફી તેમજ ચાર્જના નામે લોકોને મેસેજ મોકલીને ઠગાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈન્ટસ્ટન્ટ લોનના નામે પણ અનેક લોકોને ફસાવવામાં આવી રહ્યા છે.

માત્ર બે કલાકમાં લોન આપવાના નામે મેસેજાે ફરી લોન આપ્યા બાદ લોન લેનાર પાસે તગડી રકમ વસૂલવામાં આવતી હોય છે. લોન લેનારનાર મોબાઈલના કોન્ટેકટ નંબર અને ફોટાના એકસેસ લઈ લેવામાં આવતા હોવાથી લોન આપનાર કંપની લોન લેનારને ગાળો ભાંડી ફોટા વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપતા હોય છે.

તાજેતરમાં એક વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં ઉચુ વળતર અપાવવાના નામે રૂ.૪.૭પ કરોડ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ વર્ષ- ર૦૧૮માં બન્યો હતો. પરંતુ ફરિયાદ હાલમાં નોંધાઈ છે.

આ ઉપરાંત એકાઉન્ટ હેક કરીને ટુરની લોભામણી સ્કીમની ઓફર કરીને તેમજ લિન્ક ઓપન કરવાનું કહીને અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના બનાવો બન્યા છે. સાયબર સેલ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની કોઈ જ અસર દેખાતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.