AMTSની ધાર્મિક પ્રવાસ બસ સામે નાગરિકોમાં રોષ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (છસ્જી) દ્વારા અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન શહેરના અલગ અલગ મંદિરોમાં નાગરિકો અને સિનિયર સીટીઝનો દર્શનાર્થે જઈ શકે તેના માટે રાહત દરે ધાર્મિક બંધ સેવાની શરૂઆત કરવામાં આવી છે
પરંતુ આ ધાર્મિક બસ સેવા હવે નાગરિકો અને સિનિયર સિટીઝનો માટે આફતની બસ સેવા શરૂ થઈ છે કારણ કે બસમાં ૩૦ લોકોની બેઠક વ્યવસ્થા હોય છે પરંતુ તેમાં ૪૦ જેટલા મુસાફરોના પૈસા લેવામાં આવે છે. ૩૦ની જગ્યાએ ૪૦ લોકોને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે.
ભાજપના કોર્પોરેટરો સુધી પણ આવી ફરિયાદો ઉઠી હતી કે ધાર્મિક બસ સેવામાં ૪૦ જેટલા લોકોના પૈસા લઈને બેસાડે છે અને છસ્જીના સત્તાવાળાઓ કહે છે કે તમારી રીતે બસમાં તમારે એડજસ્ટ કરી લેજાે.
ભાજપના એક કોર્પોરેટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે છસ્જી દ્વારા જે ધાર્મિક બસ સેવા શરૂ કરવામાં આવી છે તેમાં રૂ. ૨૪૦૦ લઈ અને બસ બુક કરવામાં આવે છે. જે ૪૦ પેસેન્જર લેખે લેવામાં આવે છે. બસની સીટ ૩૦ જ હોય છે છતાં તેઓ ૪૦ પેસેન્જરના પૈસા લે છે.
૪૦ પેસેન્જર પેસેન્જર ના લેખે પૈસા લેવામાં આવતા હોવા થી નાગરિકો પણ પોતાના પૈસા વધારે ન આપવા પડે તેના માટે થઈ અને ૩૦ ની જગ્યાએ ૪૦ લોકો જાય છે. વધારાના ૧૦ મુસાફરોને ઉભા ઉભા પણ જવું પડે છે આવી ફરિયાદો ઉઠી રહી છે. છસ્જીના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા મુસાફરોને ધાર્મિક બસ સેવાના નામે લૂંટવાના આયોજનો કરવામાં આવ્યા છે.
છેલ્લા ૧૪ દિવસમાં ૨૫ હજારથી વધુ લોકોએ એએમટીએસની ધાર્મિક પ્રવાસ યોજનાનો લાભ લીધો છે. ૧૮થી ૩૧ જુલાઈ સુધીમાં ૬૪૮ બસ રૂટ પર મૂકીને કુલ ૧૫.૫૫ લાખથી વધુ આવક મેળવી છે. ધાર્મિક પ્રવાસ યોજનામાં કુલ પાંચ જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એક જનરલ, બાકીના બે પૂર્વ અને પશ્ચિમ માટે ના રાખવામાં આવ્યા છે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી આ ધાર્મિક બસ સેવા ચાલે છે અને વિવિધ ૩૦થી વધુ મંદિરોના દર્શનનો લાભ નાગરિકો લઈ શકે છે.