GIDCએ રસ્તાનું ખોદકામ કરતાં જમીનોને થતું નુકશાન અટકાવવા ભરૂચ કલેકટરને રજૂઆત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વાગરા તાલુકાના લીમડી થી અંભેલ જતાં માર્ગને જીઆઈડીસી દ્વારા ખોદી નાંખવામાં આવતા આ રોડ ઉપર થી ગામ લોકોને અવરજવર માં તકલીફ પડતાં આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.
હાલમાં જીઆઈડીસીએ વાગરા તાલુકાના લીમડી થી અંભેલ જતાં પાકો ડામ રોડ આશરે ૧૦ કુટ પહોળો અને ઠોડ કિ.મી લાંબો રોડ નવો પાકો રોડ બનાવવા માટે ખોદી કાઢેલ છે અને આ રોડ ખોદવામાં આવ્યો માટે ગામ લોકોએ જીઆઈડીસી ના ઓફિસરોને જણાવેલ કે હાલમાં ચોમાસમાના દિવસ નજીક છે જેથી પાકો રોડ ખોદકામ કરવો નહિં
પરંતુ ઓફિસરોએ અમોને ખાતરી આપેલ કે જીઆઈડીસીમાં આવવા જવા માટે પાકો રોડ બનાવવો જરૂરી છે અને તમોને આ રોડથી સારો મેટલ નાંખી બનાવી આપીશું જેથી ગામ લોકોએ વાંધો લીધેલ નહિં પરંતુ હાલમાં જીઆઈડીસી ડોઢ કિ.મિ લાંબો રોડ અને ત્રણ કુટની ઉંડાઈ વાળો રોડ ખોદી કાડેલ છે
અને અમોને અમારા પોતાના ખેતેરોમાં આવવા જવા માટે મુશ્કેલી ઉભી થયેલ છે અને ચોમાસાના પાણીનો કોઇ નિકાલ નહિં થવાથી ખેતરોમાં જવાઈ તેમ નથી.તથા ખેતરોમાં જવાય એમ ન હોવાથી ખેતરોમાં વાવણી કઈ રીતે કરવી? એ એક મોટો પ્રશ્ન છે અને વાવણી ન કરીને તો અમો ખેડુતોને આર્થિક રીતે ઘણું જ નુકશાન વેઠવું પડે તેવી શકયતાઓ તથા ભય સતાવી રહયો છે.તથા ઢોરોને ચરાવવા માટે પણ ગોચરમાં જવા આવવા માટે કોઈ રસ્તો રાખેલ નથી અને ઢોરો ભુખે મરી જાય તેમ છે.
આમ જીઆઈડીસી ના અધિકારીઓની બેદરકારીના કારણે કોઈપણ જાતન અગાઉથી વિચાર કર્યા વગર પાકો ડામર રોડ ખોદી કાઢેલ છે.જેના કારણે ચાલુ સાલે પાકનું વાવતેર કરી શકાય તમે નથી.જેથી ખેડુતોને ખુબજ મોટું આર્થિક નુકશાન થાય તેમ છે.તેવી રજૂઆત સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.