શેરી નાટક થકી નાગરિકોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામોમાં ‘મતદાન જાગૃતિ‘ અભિયાન યોજાયું
અમદાવાદ જિલ્લામાં આગામી તા.7 મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામોમાં અનોખી રીતે ‘મતદાન જાગૃતિ’ના પ્રયાસો હાથ ધરાયા છે. ધોળકા તાલુકાના બદરખા, કાવિઠા, ચલોડા અને કેલિયા વાસણા સહિત અનેક ગામોમાં શેરી નાટક થકી નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ચૂંટણી અને મતદાન અંગેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. વધુમાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગ્રામજનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.
આગામી સમયમાં ધોળકા તાલુકાના વધુ ગામોમાં શેરી નાટકના માધ્યમ થકી મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કરાશે. આ સમગ્ર આયોજન ધોળકા પ્રાંત અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.