મણીપુરમાં આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં નાગરીકો સભ્ય બની લાભ લઈ શકશે
બાળકો-વૃદ્ધો માટે ૬૦૦, અન્ય માટે માસિક ૮૦૦ રૂપિયા સભ્ય ફી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા મણીપુર ગોધાવી ટીપી સ્કીમ નંબર ૪ર૯માં વિકસાવાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં હવે પે એન્ડ પ્લે યોજના અંતર્ગત નાગરીકો સભ્ય બનીને વિવિધ રમતોનો લાભ લઈ શકશે.
આ માટે બાળકો અને સીનીયર સીટીઝન માટે માસિક ૬૦૦ રૂપિયા અને લોકો માટે માસિક ૮૦૦ રૂપિયા ફી નકકી કરવામાં આવી છે. ઔડાના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ મણીપુર-ગોધાવી ટીપી સ્કીમ નં.૪ર૯ના ફાઈનલ પ્લોટ ન.ર૮૬માં ઔડા દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવ્યું છે.
જેમાં એથ્લેટીસ બનાવવામાં આવ્યું છે.જેમાં એથ્લેટીીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ લોગ જમ્પ પીટ સહીતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. કોઈ સંસ્થા કે રમતવીરને નેશનલ ગેમ્સમાં ભાગ લેવો હોય તો તેઓ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ટ્રેનીગ મેળવી શકે છે.
આ ઉપરાંત જાહેર જનતા દ્વારા પણ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય તે માટે ઔડા દ્વારા આ સેવાઓ ભાડે આપવા માટે નિર્ણય લેવાયો છે. તેમજ નાગરીકોને પે એન્ડ પ્લે યોજના અંતર્ગત સભ્યપદ આપવામાં આવશે. જેથી સામાન્ય જનતા આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ અને લોગ જમ્પ પીટનો લાભ લઈ શકે.
આ માટે ૧ર વર્ષ સુધીના બાળકો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વયસ્ક નાગરીકો માટે માસિક ૬૦૦ રૂપિયા ફી નિર્ધારીત કરવામાં આવી છે. જયારે અન્ય નાગરીકો માટે માસિક ૮૦૦ રૂપિયા ફી નકકી કરવામાં આવી છે. આ શ્રેણીમાં છ મહીનાની સભ્ય ફ્રી ૪,૭૦૦ રૂપિયા નકકી કરાઈ છે.