ભારત માટે ભારતમાં ડિઝાઇન કરેલી આકર્ષક ડિઝાઇન સાથે નવી સિટ્રોન C3 લોન્ચ થશે
· સિટ્રોન 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી SUV સ્ટાઇલિંગ કોડ સાથે વિવિધતાસભર હેચબેક નવી C3 પ્રસ્તુત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એની પોઝિશન મજબૂત કરશે, જે ભારતમાં બ્રાન્ડના વિસ્તરણને સક્ષમ બનાવશે
· નવી C3 બંને વિસ્તારોની જરૂરિયાતો અને રોડની સ્થિતિને પૂર્ણ કરવા ડિઝાઇન કરેલી આધુનિક હેચબેક છે, જે માનસિક શાંતિ અને પ્રતિષ્ઠા ઝંખતા પ્રગતિશીલ ગ્રાહકોને સુવિધા અને કનેક્ટિવિટી પ્રદાન કરશે
· સ્ટાઇલ, ક્ષમતા અને આગવી લાક્ષણિકતાઓ સાથે નવી C3 એના ગ્રાઉન્ડ ક્લીઅરન્સ, હાઇ બોનેટ અને એલીવેટર ડ્રાઇવર પોઝિશન માટે SUVsમાંથી પ્રેરિત છે. ઇન્ટેરિઅર્સ પણ સુવિધાની દ્રષ્ટિએ કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સિટ્રોનની ટ્રેડમાર્ક સુવિધા અને બજારમાં અગ્રણી સ્પેશિયસનેસ ઉપરાંત એની આકર્ષક ડિઝાઇન રોજિંદા જીવનને સરળ બનાવે છે, ખાસ કરીને XXL 10” ટચસ્ક્રીન સાથે કનેક્ટેડ સ્માર્ફોન્સના ઇન્ટિગ્રેશ સાથે
· વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રસ્તુત થનારી નવી C3ગ્રાહકોને અભૂતપૂર્વ અનુભવ પૂરો પાડશે, જેમાં ATAWADAC (એનીટાઇમએનીવ્હેરએનીડિવાઇઝએનીકન્ટેન્ટ) ઓમ્નિ ચેનલ ડિજિટલ કસ્ટમર જર્ની અને ફિજિટલ લા માઇસન સિટ્રોન શોરૂમ દ્વારા સક્ષમ નવીન ગ્રાહક સેવાઓ સામેલ છે Citroën unveils a modern and robust new C3- designed & produced by India
“અમે દક્ષિણ અમેરિકા, મધ્ય પૂર્વ, આફ્રિકા, એશિયા અને ચીન સહિત જે બજારોમાં કામ કરીએ છીએ ત્યાં અમારી કામગીરીને મજબૂત કરીને તથા ટૂંક સમયમાં દુનિયામાં ત્રીજું સૌથી મોટું કાર બજાર બનવાની સંભાવના ધરાવતા ભારત સહિત અન્ય બજારોમાં કામગીરી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી વધારવાની સિટ્રોનની ભવિષ્યની જરૂરિયાત પૂર્ણ કરીશું. અમે આ લક્ષ્યાંક પાર પાડવા મહત્વાકાંક્ષી ઉત્પાદન યોજના બનાવી છે,
જે અંતર્ગત ત્રણ વર્ષણાં ત્રણ આંતરરાષ્ટ્રીય મોડલ પ્રસ્તુત કરીશું. વ્યૂહાત્મક વિસ્તારોમાં મોડલ ડિઝાઇન કરી, વિકસાવીને અને એનું નિર્માણ કરીને આ મોડલ્સ સિટ્રોનની સ્ટાઇલ અને ઓન-બોર્ડ માનસિક શાંતિ સુનિશ્ચિત કરશે. નવી C3આ આંતરરાષ્ટ્રીય વિસ્તરણનો મહત્વપૂર્ણ ભાગ છે અને વૃદ્ધિની વ્યૂહરચનાનો પ્રથમ તબક્કો છે.
આ 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી હેચબેકનો ઉદ્દેશ ભારત અને દક્ષિણ અમેરિકામાં મુખ્ય સેગમેન્ટની માગ પૂર્ણ કરવાનો છે. સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા અદ્યતન, કનેક્ટેડ અને કસ્ટમાઇઝ કરેલી આ કાર સિટ્રોનની વૃદ્ધિને ટેકો આપશે.”
વિન્સેન્ટ કોબી – સિટ્રોનના સીઇઓ
નવી C3: વ્યૂહાત્મક વિસ્તારો માટે “ટેઇલર-મેડ”
ભારતમાં બજારની માગને પૂર્ણ કરવા સિટ્રોને વિશિષ્ટ અને બીસ્પોક વાહન બનાવવા માટે દરેક વિસ્તારમાં ટીમોને સ્ટાઇલ અને ડેવલવમેન્ટના તબક્કાના સમન્વયના ભાગરૂપે એની પરંપરાગત ડિઝાઇન અને ઉત્પાદન પ્રક્રિયા અપનાવવાની પસંદગી કરી છે.
ભારતીય સમાજ, સંસ્કૃતિ અને જરૂરિયાતોની જાણકારીઓ જાણસમજીને નવા C3 મોડલની ડિઝાઇન બનાવવવામાં આવી છે, એને વિકસાવવામાં આવી છે તથા ભારતમાં ભારત માટે આ વ્હિકલ બનાવવામાં આવ્યું છે.
ભારતીય બજારની અપેક્ષાઓને સંપૂર્ણપણે પૂર્ણ કરતો પ્રોગ્રામ
નવી C3સિટ્રોન માટે નવા પ્રકરણની શરૂઆત સમાન છે, જેમાં ભારતમાં ચોક્કસ બજારની જરૂરિયાતોને વ્યવહારિક રીતે પૂર્ણ કરવા સ્થાનિક ટીમો સાથે બ્રાન્ડની ઓળખ જળવાઈ રહે અને કાળજીપૂર્વક સંશોધન એમ બંને રીતે મોડલ્સ તૈયાર કરવામાં આવ્યાં છે.
નવી C3 વર્ષ 2019માં શરૂ થયેલા “Cક્યુબ્ડ” પ્રોગ્રામનું પ્રથમ મોડલ છે – આ પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2024 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ત્રણ વ્હિકલ પ્રસ્તુત કરવાની યોજના છે, જેનો આધાર ત્રણ માપદંડો છેઃ સ્પર્ધાત્મકતા ઊભી કરવી, બજારમાં અગ્રણી ઓફર પ્રસ્તુત કરી, મજબૂત સ્ટાઇલ. આ સાથે સિટ્રોન બોર્ડ પર સુવિધા અને જે તે દેશોની લોકોની ચોક્કસ જરૂરિયાતો જાણસમજીને એને અનુરૂપ ડિઝાઇનનો લાભ મેળવે છે.
આ ભવિષ્યલક્ષી સિટ્રોન્સ સ્થાનિક સંકલનના અતિ ઉચ્ચ સ્તર સાથે પ્રસ્તુત વિસ્તારોમાં બનશે, જે આ દેશોમાં અમારી કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને અમારી વ્યૂહરચનાનો ઉદ્દેશ બ્રાન્ડ મુખ્ય પ્રવાહમાં મોખરે રાખવા વિશ્વસનિય મોડલ્સ ઓફર કરવા ખર્ચને નિયંત્રિત કરવાનો છે. આ માટે બ્રાન્ડ આધુનિક, આકર્ષક સ્ટાઇલ અને પ્રતિષ્ઠિત ઉપકરણ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાહનો પ્રસ્તુત કરે છે, જેમાં સંપૂર્ણ ખરીદી અને રનિંગ ખર્ચ પર કાળજીપૂર્વકનું સંશોધન કરવામાં આવે છે.
સિટ્રોનના સીઇઓ વેન્સેન્ટ કોબીએ કહ્યું હતું કે,“C3 દુનિયાભરમાં અમારા બી-સેગમેન્ટ હેચબેક માટે અમારું ટ્રેડ નેમ છે, જેનો અર્થ એ નથી કે દુનિયાના તમામ દેશોમાં એકસમાન મોડલ છે. આ નવું C3 યુરોપિયન વર્ઝનથી અલગ છે, કારણ કે એની ડિઝાઇન જે તે દેશના સમાજ, સંસ્કૃતિ અને જરૂરિયાતો પરથી પ્રેરિત હોય છે,
જેથી સિટ્રોનની વિશિષ્ટ સમાધાન પૂરું પાડવાની ઓળખ જળવાઈ રહે. ગ્રાહકો માટે કારની ખરીદી એક મોટું રોકાણ છે અને અમારી આકાંક્ષા બજારમાં મોખરે રહેવા કિંમતની સામે અદ્યતન, અતિ ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરતું પ્રતિષ્ઠિત મોડલ ઓફર કરવાની છે. સરળ ભાષામાં કહીએ તો, અમે અમારા માટે ગ્રાહકોની તમામ જરૂરિયાતો અને સ્પર્ધાત્મક પ્રાઇસ રેન્જ વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો હતો. આ માટે સ્થાનિક ટીમો મોડલની પરિભાષા, એના વિકાસ અને ઉત્પાદનમાં સંપૂર્ણપણે સંકળાયેલી હતી.”
ભારતમાં સ્ટેલ્લેન્ટિસના સીઇઓ અને એમડી લા રોલાન્દ બુશરાએ કહ્યું હતું કે, “C3 અમારી ભારતની વિકાસગાથામાં અતિ મહત્વપૂર્ણ મોડલ છે અને અમારી લોકલ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીનો આધાર બનશે. આ કાર ભારતીય બજારના હાર્દમાં આદર્શ છે, જેમાં 70 ટકા માગ સબ-4 મીટર કારની છે અને 50 ટકા ગ્રાહકો ફર્સ્ટ-ટાઇમ ગ્રાહકો છે.
આ સેગમેન્ટ ઝડપથી વિકસી રહ્યું છે અને C3 એની આકર્ષકતા અને વાજબીપણા સાથે ઉચિત રીતે ફિટ બનશે. ભારત અને પેરિસમાં અમારી ટીમોએ જોડાણ કર્યું છે અને આ કાર 90 ટકાથી વધારે લોકલાઇઝેશન સાથે વિકસાવી છે. અહીં અમારી ઇકોસિસ્ટમમાં મજબૂત સપ્લાયર બેઝ છે,
જે ગુણવત્તાના ઊંચા ધારાધોરણો સાથે ઉત્પાદનને ઉચિત પોઝિશન આપવા સક્ષમ બનાવે છે. અમે ભારતમાં લોકલાઇઝેશનના પ્રયાસોને વધારવા ચેન્નાઈમાં અમારા આરએન્ડડી સેન્ટર, થિરુવલ્લુરમાં વ્હિકલ એસેમ્બલી પ્લાન્ટ અને તમિલનાડુમાં હોસુરમાં પાવરટ્રેન પ્લાન્ટનો ઉપયોગ કરીશું.
અમે આંતરરાષ્ટ્રીય સ્તરનું ખરીદી કેન્દ્ર પણ ઊભું કર્યું છે, જેનો ઉપયોગઅમે સતત પાર્ટ સપ્લાય અને વાજબીપણું સુનિશ્ચિત કરવા માટે કરીશું. અમે મુખ્યપ્રવાહના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હોવાથી અમારા નેટવર્કનું વિસ્તરણ વધુને વધુ શહેરોમાં ગ્રાહકોને ફિજિટલ લા માઇસન સિટ્રોન શોરૂમ અને લા’એટેલિયર વર્કશોપનો અનુભવ આપવા માટે થશે.”
સિટ્રોન બ્રાન્ડના ઇન્ડિયા હેડ સૌરભ વત્સે કહ્યું હતું કે, “C3 બી-સેગમેન્ટમાં પ્રસ્તુત થઈ છે, જે ભારતમાં અતિ સ્પર્ધાત્મક હોવાની સાથે અહીંનું બજાર વિસ્તરણ અને વૃદ્ધિની ઊંચી સંભાવના ધરાવે છે. આ સેગમેન્ટમાં અલગ સ્થાન ઊભું કરવું તથા વિશિષ્ટ અને આકર્ષક કાર બનાવવી અમારા માટે મહત્વપૂર્ણ હતું. આ સેગમેન્ટમાં ઘણા યુવાન ગ્રાહકો છે,
જેઓ સબ-4 મીટર કાર ઇચ્છે છે, જે તેમના વ્યક્તિત્વનું પ્રતિંબિબ છે. C3 એ પોઝિશનમાં લાભદાયક સ્થિતિ ધરાવે છે અને ભારતમાં વિશિષ્ટ અનુભવ મેળવવા ઇચ્છતાં કારના ગ્રાહકોને અપીલ કરશે. વળી C3નવી સ્ટાઇલ અને ફેશનને ફોલો કરવાની સાથે જીવનનો આનંદ લેવા ઇચ્છતાં , સંતુલિત રીતે જીવનમાં શ્રેષ્ઠ ઇચ્છતાં કારના ગ્રાહકોને અપીલ કરશે. આ ગ્રાહકો ફેશનેબલ, ઇનોવેટિવ છે તથા તેમની કારને તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ બનાવવા ઇચ્છે છે. અહીં અમારી કસ્ટમાઇઝેશન સ્ટ્રેટેજી મોટી ભૂમિકા ભજવશે – જે સ્ટાઇલ બનવા ઇચ્છતાં લોકોને આકર્ષવા ફેશન સ્ટેટમેન્ટ બની જશે.”
નવા બજારઃ ભારતમાં વિકાસ
સિટ્રોન માટે ભારત નવું બજાર છે અને મહત્વપૂર્ણ સંભાવનાઓ ધરાવતા બજારમાં સામેલ છે, જે ટૂંક સમયમાં કંપની માટે દુનિયામાં ત્રીજું સૌથી મોટું બજાર બની જશે. બ્રાન્ડે વર્ષ 2019માં એના આગમનની જાહેરાત કરી હતી અને વર્ષ 2021ની શરૂઆતમાં એનું પ્રથમ ઇમ્પોર્ટ મોડલઃ C5 એરક્રોસ પ્રસ્તુત કર્યું હતું.
બજારમાં નવી કંપની તરીકે સિટ્રોને શરૂઆતમાં મોટા મેટ્રોપોલિયન વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ગ્રાહકોને ઓટોમોટિવ ક્ષેત્રમાં – નેટવર્ક, સેલ્સ વેબસાઇટ અને નવીન સેવાઓમાં અભૂતપૂર્વ અને અતિ ડિજિટલ અનુભવ ઓફર કરે છે. સિટ્રોનના ઉત્પાદનો ભારતીય બજારમાં મોખરે રહેશે, જે માટે સ્ટેલ્લન્ટિસ ગ્રૂપ અને સી કે બિરલા ગ્રૂપ (કાર એસેમ્બલી અને વિતરણ તથા પાવર-ટ્રેન ઉત્પાદન) વચ્ચે બે સંયુક્ત સાહસની સમજૂતી પર આધારિત ઉચ્ચ-સ્તરીય ઇન્ટિગ્રેશન (90 ટકાથી વધારે) આભારી છે.
ભારતમાં ઓટોમોટિવ બજાર ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે અને વર્ષ 2025 સુધીમાં વાર્ષિક ધોરણે અહીં ચ3ર મિલિયનથી વધારે કારનું વેચાણ થવાની અપેક્ષા છે. આ બજારમાં બી-સેગમેન્ટ હેચબેક આશરે 23 ટકા હિસ્સો ધરાવે છે. ભારતીય ઉપભોક્તા માટે ઘર પછી બીજી સૌથી મહત્વપૂર્ણ ખરીદી કારની છે. આ સામાજિક સફળતા તથા અતિ સ્વતંત્રતા અને પરિવહન પ્રત્યેની મજબૂત આકાંક્ષાનું પ્રતીક છે.
પોતાની આકર્ષક ડિઝાઇન સાથે નવી C3 ગ્રાહકોને અપીલ કરશે, જેમના માટે કાર તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. પોતાની મરજી મુજબ કાર કસ્ટમાઇઝ કરી શકાય – એવી ભારતીય ગ્રાહકો અપેક્ષા ધરાવે છે. ઉપરાંત 4 મીટરથી ઓછી સાઇઝની કોમ્પેક્ટનેસ, ચપળતા, વિવિધતા, ઓન-બોર્ડ સ્પેસ, સુવિધા અને જોડાણ ભારતીય રોડની સ્થિતિમાં શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે, તો કસ્ટમાઇઝેશનની પસંદગી વ્યક્તિને પોતાની જીવનશૈલી મુજબ અભિવ્યક્તિ કરવાના વિકલ્પો પ્રદાન કરશે.
નવી C3 અતિ આકર્ષક અપીલ, વિશિષ્ટ સ્ટાઇલ તથા 90 ટકાથી વધારે લોકલાઇઝેશન જાળવવાને કારણે મજબૂત અને વ્યવહારિક તરીકે માલિકીના સ્પર્ધાત્મક ખર્ચ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરતું વાહન બનશે. આ પરિવારના સ્માર્ટફોન્સને જોડવા માટે આધુનિક અને નવીન વિકલ્પો સાથે આધુનિક અને વિવિધ ઓફર રજૂ કરશે, તો તેમની પસંદગી અને તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરશે.