નાના બાળકોને ફળ આપતી વખતે બીજ કાઢીને આપવું જોઈએ – ડૉ.રાકેશ જોષી, મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના શ્વાસ નળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્રારા દૂર કરાયા –બંને બાળકો ની માતાઓ ને શંકા જતા ડોકટર ને બતાવતા ખબર પડી હતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકો ની શ્વાસ નળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કીલ નો પરચો બતાવીને આ બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે.
પ્રથમ કિસ્સા મા મધ્યપ્રદેશ નાં પિન્ડા નાં ખેડુત પરિવાર પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનનાં ૧૩ મહિના નાં દીકરા પ્રદ્યુમન પરિહારને એક દિવસ અચાનક શ્વાસ ચડતા માતા ચિંતિત થયા . માતા દક્ષા બેનને મગફળીનો દાણો શ્વાસ માં ગયો હોવાની શંકા જતા તાત્કાલીક મંદસોર ખાતે ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા. ત્યાં સિટી સ્કેન કરાવતા ફોરેન બોડી શ્વાસ નળીમાં હોવાનું ખબર પડતા ત્યાં થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામા આવ્યાં.
માત્ર એક એકસ રે કરાવી તે જ દિવસે ડૉ.રાકેશ જોષી, એચ ઓ ડી પીડિયાટ્રીક સર્જરી અને મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ, ડૉ. જયશ્રી રામજી ( એસોસિયેટ પ્રોફેસર) અને એનેસ્થેસિયા વિભાગ નાં એસોસિયેટ પ્રોફેસર ડો નિલેશ ની સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળક ની શ્વાસનળી માંથી મગફળી નો દાણો બહાર કાઢવામાં આવ્યો. ઓપરેશન પછી નો સમય કોઈપણ તકલીફ વગર રહેતા બાળક ને સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
બીજા કિસ્સા માં લીમડી, સુરેન્દ્રનગર ખાતે કાર નાં શો રુમ માં કામ કરતા શૈલેષ ભાઈ પરમાર નાં અઢી વર્ષ ના દીકરા મિતાંશ ને 8મી જુલાઇ 2024 ના રોજ આકસ્મિક રીતે રાસબેરી ખાતા ભૂલ થી તેનો બીજ પણ સાથે ખાઇ ગયા બાદ ઉલ્ટીની તકલીફ શરૂ થઈ ગઇ અને ત્યારબાદ જયારે પણ કંઈ ખાવા જાય ત્યારે ઉલટી થઈ ખોરાક ટકતો નાં હોવાથી તેની મમ્મી મમતા બેન ને બિજ ગળી ગયો હોવા ની શંકા ગઇ હતી.
તેઓ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. બાળકને પહેલાં થી ટાઇપ C ટ્રેકિયો ઇસોફેજીયલ ફિશ્ચ્યુલા અને એન્ડસ્કોપી ગાઇડેડ ડિલેટેશનના બે વાર ઓપરેશન નાં કારણે અન્નનળી નો માર્ગ સાંકડો થઇ ગયો હતો. બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ડૉ. રમીલા (પ્રો.) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા તે જ દિવસે અન્નનળી નાં ભાગની સ્કોપી કરવામાં આવી અને રાસબેરી નો બિયોં બહાર કાઢવામાં આવ્યો.
આ કિસ્સા મા પણ બાળક ની માતાની શંકા સાચી પડી. ઓપરેશન પછી નો પોસ્ટ ઓપરેટિવ સમય તકલીફ વગર રહેતા બાળક ને રજા આપવા મા આવી. નાના બાળકો હોય તેવા દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો. બાળક સમજણુ ના થાય ત્યાં સુધી ખુબ જ ધ્યાન રાખવુ જરુરી છે તેમ ડૉ.જોષીએ જણાવ્યું હતું.
સીવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતું કે નાના બાળકો મા શ્વાસ નળી માં ફોરેન બોડી જતી રહેવા નાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવા મા નાં આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથ માં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ તેમ જણાવ્યું હતું.