સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરીની સારવાર ઉપલબ્ધ થઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરીની સારવાર ઉપલબ્ધ થઈ છે .અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓને લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે.
આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગ નાં વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે ,લીથોટ્રીપ્સી સારવાર એ કિડની અને મૂત્રમાર્ગમાં રહેલ પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે.
ડો. શ્રેણીક શાહે વધુ માં જણાવ્યું હતું કે, બે દિવસ માં ત્રણ વર્ષ થી લઈ ૮૯ વર્ષ સુધીનાં દસ દર્દીને કિડની અને પેશાબના માર્ગ માં રહેલ ૧.૫ સે.મી થી ૨ સે. મી સાઈઝની પથરીને લીથોટ્રીપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે .આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ છે અને દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. બીજા ૪૦ જેટલા પથરીના દર્દીઓ વેઇટીગમાં છે.