CJI ધનંજયભાઈ ચંદ્રચુડ અને PM મોદીનું “પુજા મિલન” એ ન્યાયતંત્રને વધુ મજબુત કરનાર બની રહેશે !
કારણ કે ઈલેકટ્રોલ બોન્ડ ગેરબંધારણીય ઠરાવીને એવા અનેક ચૂકાદાઓ આપી સુપ્રિમ કોર્ટની ગરિમા ચીફ જસ્ટીસે ઉજાગર કરી છે !!
“ન્યાયાધીશનું પદ સત્તાના કેન્દ્ર નહીં પણ કર્તવ્ય પાલનનું પ્રેરણા બિંદુ છે” – જસ્ટીસ ચિન્મય જાની !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! બીજી તસ્વીર ભારતના બંધારણની છે ! ભારતની સુપ્રિમ કોર્ટનો એક આગવો ઈતિહાસ રહ્યો છે કે, સુપ્રિમ કોર્ટ દેશના બંધારણીય મૂલ્યો અને માનવ અધિકારની રક્ષા કરી છે ! કોઈ શરતચૂક થઈ હોય તો પણ સુધારી લેવાઈ છે ! સુપ્રિમ કોર્ટ એ સુપ્રિમ કોર્ટ છે ! અદાલતની સમીક્ષાની સત્તા ધરાવતા સુપ્રિમ કોર્ટેે કેન્દ્ર સરકારના અનેક પગલાઓને ગઈકાલે આજે ગેરબંધારણીય ઠરાવેલા છે !
અને ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર વિરૂધ્ધ અનેક ચૂકાદાઓ બંધારણની સમીક્ષા કરતા આપેલા છે ! ત્યારે શ્રી નરેનદ્રભાઈ મોદી પોતાની આસ્થાથી પુજા કરવા ગયા તો તેમાં દેશની સુપ્રિમ કોર્ટ પર શંકા લાવવાની જરૂર નથી ! કોઈ દેશના વડાપ્રધાન પુજા કરવા જાય કે જવાની ઈચ્છા વ્યક્ત કરે કે તેમને બોલાવાયા હોય તો પણ તેમાં શંકા રાખવાની જરૂર નથી ! CJI Dhananjay Chandrachud and PM Modi on Ganesh Puja
કારણ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં જઈ પુજા કરી તેમાં આદ્યાત્મિક હેતુ હતો ! ધાર્મિક હેતુ હતો ?! કે રાજકીય હેતુ હતો ?! એ તો એમને ખબર પણ કમ સે કમ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના ચૂકાદાઓ જ તેમની નિષ્ઠા રજૂ કરે છે ! આનાથી તો શ્રી ચંદ્રચુડ સાહેબ વધુ મજબુત થયા છે ! તેમને કોઈ નુકશાન છે જ નહીં ?! માટે કોઈએ શંકા કરવાની જરૂર નથી !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડે વ્યક્તિગત સ્વાતંત્ર્યને મૂળભૂત અધિકાર તરીકે ઠરાવતા ચૂકાદામાં સૌથી અગત્યનું અવલોકન કર્યુ હતું !!
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી ચિન્મયભાઈ જાનીએ કહ્યું છે કે, ‘ન્યાય પ્રણાલિ સૌથી વિશ્વસનીય પાયો એટલે ચારિત્ર્ય અને પ્રમાણિકતા તેમજ રાજકીય પક્ષોથી અÂલ્પત હોવા જોઈએ ! ન્યાયાધીશોનું પદ સત્તાનું કેન્દ્ર નહીં પણ કર્તવ્ય પાલનનું પ્રેરણા બિંદુ છે’!! ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી પૂર્વ જસ્ટીસ શ્રી અનંતભાઈ દવેએ કહ્યું હતું કે, ‘રડી લો આ જ સબંધોને વિટળાઈ અહીં પછી કોઈને કોઈની કબર મળે ન મળે”!!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડને ત્યાં ગણેશજીની પધરામણી થયેલી !! ત્યાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રીયન ડ્રેસકોડમાં જઈ આરતી ઉતારતા અને ધાર્મિક પ્રક્રિયામાં ભાગ લેતા અભૂતપૂર્વ વિવાદ સર્જાઈ ગયો ! સુપ્રિમ કોર્ટના વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી પ્રશાંત ભુષણે આ પગલાને આઘાતજનક ગણાવ્યું !! શિવસેનાના નેતા અને રાજયસભાના સભ્ય સંજયભાઈ રાઉતે કહ્યું આ પ્રકારની મુલાકાત શંકા પેદા કરે છે !
‘કારોબારી અને ન્યાયતંત્ર’ વચ્ચે અંતરની વાત અનેક લોકોએ કરી ! પરંતુ દેશના વડાપ્રધાન ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડને સામેથી વિધ્નહર્તા શ્રી ગણેશની પુજામાં આવવાનું કહેતાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ મનાઈ કઈ રીતે ફરમાવે ?! આ ‘વિવેક’ અને ‘આસ્થા’ની વાત હતી !
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડની ન્યાયાધીશ તરીકે કારકિર્દિને જોતાં આવો વિવાદ હાસ્યાસ્પદ છે ! કારણ કે ધનંજયભાઈ ચંદ્રચુડ સાહેબના અનેક ચૂકાદાઓ અને એમના વિચારો એમના હૃદયની શુદ્ધતાનો પુરાવો છે !!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના પિતા ભારતની સુપ્રિમ કોર્ટના વિદ્વાન અને કાબેલ ન્યાયાધીશ હતાં અને ન્યાય પ્રક્રીયાની સુજ અને સમજ ધરાવતા અને ભારતના બંધારણની ગરિમા જાળવનારા શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ પણ વિદ્વાન, નિડર, સ્વતંત્ર પ્રકૃતિ ધરાવતા બાંહોશ અને કર્મશીલ ન્યાયાધીશ છે ! તેમણે જુન, ૨૦૨૪ માં ઓકસફોર્ડ યુનિયન સોસાયટીના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કહ્યું હતું કે, “ચૂંટણી ભારતના બંધારણીય લોકશાહીના મૂળ આધાર તરીકે છે, બીજી બાજુ જજ વ્યવસ્થાની સુરક્ષા કરવા વાળા બંધારણીય મૂલ્યોને સતત જાળવી રાખવાની ભાવનાને દર્શાવે છે” !!
તેમણે એમ પણ કહેલું કે, “ન્યાયાધીશ તરીકેની ૨૪ વર્ષની કારકિર્દીમાં મને કયારેય પણ રાજકીય દબાણનો સામનો કરવાની જરૂર પડી નથી”!! ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની કાબેલીયત અને સમજ સ્પષ્ટ છે ! ચીફ જસ્ટીસશ્રીને તો સુપ્રિમ કોર્ટ બાર અસોસીએશનના પ્રમુખ આદિશ અગ્રવાલના એક પત્રને ધ્યાનમાં
લેવાનું નકારી દીધું હતું ! શ્રી સી. જે. આઈ. પબ્લીસીટી સ્ટન્ટથી સુમાહીતગાર હતાં ! અને તેને પરવાનગી નહીં આપીએ ! મને વધુ કહેવા મજબુર ન કરશો ! એમ રોકડુ પધરાવી દીધું હતું ! આ છે શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ !!
જયારે ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડની ખંડપીઠે ઐતિહાસિક ચૂકાદો આપીને રાજકીય પક્ષોને ઈલેકટ્રોલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા ત્યારે આ બોન્ડ હેઠળ ભા.જ.પ.ને ૬,૫૬૬ કરોડ રૂપિયા મળ્યા હતાં ! કાળા નાણા પર નિયંત્રણ માટે માહિતી અધિકારનું ઉલ્લંઘન યોગ્ય નથી તેમ કહેનાર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ હતાં ! એ ભુલવું ન જોઈએ !
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ ઓગષ્ટ-૨૦૧૭ ‘વ્યક્તિ સ્વાતંત્ર્ય’ને મૂળભૂત અધિકારના દાયરામાં લઈ ચૂકાદો આપ્યો ત્યારે ચીફ જસ્ટીસ શ્રી જે. એસ. ખેહર હતાં આ ચૂકાદો આપનારા નવ ન્યાયાધીશોની બેન્ચમાં જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ પણ હતાં !
આ કેસના ચૂકાદામાં શ્રી ડી. વાય. ચંદ્રચુડનું અવલોકન એવું હતું કે, ‘રાજય જીવન કે સ્વતંત્રતા નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈપણ સભ્યપ્રદેશ વ્યક્તિના જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે’!! આવા મહાન લોકશાહીના તત્વજ્ઞાનને વરેલા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ પર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જવાથી શંકા કરવાની જરૂર લાગતી નથી !