સુપ્રિમ કોર્ટના CJI ડી. વાય. ચંદ્રચુડ કહે છે કે, ‘લોકશાહી’ ની હત્યા નહીં થવા દઈએ ! પણ….
…. ન્યાયતંત્રના મૂલ્યોની હત્યા થશે તો કોણ રોકશે વકીલો ?! કે પ્રજા ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! સુપ્રિમ કોર્ટ ચૂંટણી પંચની કાર્યવાહી અને પ્રવૃત્તિ પર બારીકાઈથી નજર રાખી રહી છે !! દેશમાં ભજવાતા રાજકીય નાટકો પણ જોઈ રહી છે માટે તો ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના વડપણ હેઠળની બેન્ચ ચંદીગઢમાં મેયરની ચૂંટણી સમયે ઉપસ્થિત રીટર્નીંગ ઓફિસર અનિલ મસિહની દેખરેખ હેઠળ યોજાયેલ ચૂંટણીમાં આઠ મતોને અયોગ્ય ઠરાવી ભા.જ.પ.ના ઉમેદવારને જીતાડી દેનાર સામે સુપ્રિમ કોર્ટ ભારે ખફા છે !!
સત્તાકીય મહત્વકાંક્ષામાં દેશ ખાડે ગયો છે, ત્યારે સુપ્રિમ કોર્ટે તો કહી દીધું છે કે અમે લોકશાહીની હત્યા નહીં થવા દઈએ !! પણ લોકો આજે જાગૃત નહીં બને તો કાલે ન્યાયકીય આદેશોની હત્યા થતાં પણ કોઈ રોકી નહીં શકે !! વકીલોએ તમાશો નથી જોવાનો બોલવાનું છે પોતાનો વ્યવસાય બચાવવા બોલવું પડશે ?????!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
સત્તાની મહત્વકાંક્ષા માટે અને હોદ્દા માટેની લાચાર નોકરશાહી આટલી ભ્રષ્ટ થયેલી કયારેય જોઈ છે ?! તેનો ઈલાજ વકીલો જ કરી શકે તેમ છે !!
અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, ‘ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ના કહેવાય, પરંતુ ‘અસત્ય’ સામે ‘સત્ય’ ને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે’!! રંગનાથને કહ્યું છે કે, ‘અડધી રાત્રે આપણે આઝાદી મેળવી હતી પરંતુ અનુસરવા હજુ સુધી કંઈ થયું નથી’!! હોદ્દાની મહત્વકાંક્ષાએ, સત્તાની મહત્વકાંક્ષાએ અને નાણાની મહત્વકાંક્ષાએ ભારતની લોકશાહી માટે અને દેશના બંધારણવાદી ભાવના સામે અભૂતપૂર્વ ખતરો પેદા કર્યાે છે !! પરિણામે દેશના ન્યાયતંત્ર ઉપર ભારે મોટી જવાબદારી આવી ગઈ છે !!
સામાન્ય લોકોએ પોતાની સમજદારીની કોઠાસુઝ ગુમાવી દીધી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ હોય કે પછી ભારતની સુપ્રિમ કોર્ટ હોય તેમણે સરકારની કે સરકારી વહીવટી તંત્રની કે પછી ચૂંટણી પ્રક્રીયાની પણ કડક આલોચના કરવી પડે એ ભારતની આઝાદીના ૭૫ વર્ષે ?! એ તમામ પ્રકારના સત્તાતંત્ર માટે ગૌરવની વાત નથી ! વકીલ બુÂધ્ધજીવી છે તેઓ પણ હતાશા અનુભવે છે કે શું ?! એ પણ સગવડીયું મૌન ધારણ કરી બેઠા છે જાણે લોકશાહી, આઝાદીને બચાવવાની જવાબદારી ફકત ન્યાયતંત્રની હોય એવું ભારતમાં દ્રશ્ય ઉભુ થયું છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડે કહેવું પડે કે ‘લોકશાહી’ ની હત્યા થઈ છે !! જે અમે નહીં થવા દઈએ ?! આવું કયારેય જોયું છે ?!
રાજકીય તત્વચિંતક પ્લેટો કહ્યું હતું કે, ‘જયાં સુધી ફિલસૂફો સરકાર ચલાવતા ન થાય અથવા સરકાર ચલાવનારા ફિલસૂફો ન થાય ત્યાં સુધી માનવીઓના દુઃખોનો અંત આવવાનો નથી’!! ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડનો સમગ્ર પરિવાર ન્યાય ક્ષેત્રમાં ‘ન્યાયધર્મ’ અદા કરતો આવ્યો છે
માટે તેઓ તેમના આ અનુભવને લઈને ન્યાયક્ષેત્રના તત્વજ્ઞાની, ફિલોસોફર અને નિડર યોદ્ધા છે !! પરંપરાગત બંધારણીય મૂલ્યોની રખેવાળી કરવાની જવાબદારી પણ સુપ્રિમ કોર્ટ પર છે !! આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાય ઝડપી બનાવવા પણ શ્રી ડી.વાય.ચંદ્રચુડે પ્રયાસ કર્યાે છે!! ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા ટકાવી રાખવા પણ તેમણે પ્રયત્નો કરવા પડે છે !! કાયદાનું શાસન એટલે સર્વાેચ્ચ કાયદો એવા બંધારણનું શાસન !!
એના શ્રી ડી.વાય. ચંદ્રચુડ પ્રણેતા છે !! ત્યારે જીવનના ઉચ્ચ પદ પર રહીને પણ સાદગી સાથે જીવેલા શ્રી ડી. વાય. ચંદ્રચુડ લોકશાહી માનવ અધિકાર અને માનવતાની હત્યા કઈ રીતે થવા દઈ શકે ?! તેઓએ રામમંદિર જમીન વિવાદમાં ‘રામજન્મભૂમિ’ ની તરફેણમાં ચુકાદો આપનારા અને બેન્ચનું નેતૃત્વ કરનારા ન્યાયાધીશ છે !! પરંતુ તેનાથી વધુ એ ‘રામરાજય’ નૈતિકતાના રાજયના, ભ્રષ્ટાચાર મુકત રામરાજયના સમર્થક છે એ સત્તાધીશોએ ભુલવું ન જોઈએ !!