Western Times News

Gujarati News

CJI સંજીવ ખન્નાએ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી

ન્યાયમૂર્તિ બીઆર ગવઈ બનશે ભારતના આગામી સીજીઆઈ

(એજન્સી)નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સંજીવ ખન્નાએ અધિકૃત રીતે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી છે અને તેમના નામને મંજૂરી માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલી દીધુ છે. CJI Sanjiv Khanna writes to Law Ministry recommending Justice BR Gavai as next CJI

આ ભલામણથી હવે ન્યાયમૂર્તિ ગવઈ ભારતના ૫૨માં મુખ્ય ન્યાયાધીશ બનશે એ નક્કી થઈ ગયું છે. જસ્ટિસ ગવઈનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમના પિતા આરએસ ગવઈ એક જાણીતા રાજનેતા હતા. જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા, સાંસદ અને બિહાર, સિક્કિમ તથા કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

જસ્ટિસ ગવઈએ ૧૬ માર્ચ ૧૯૮૫ના રોજ વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેમણે જાણીતા પૂર્વ વકીલ અને હાઈકોર્ટના જજ રાજા એસ ભૌંસલે સાથે કામ કર્યું. ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પછી નાગપુર બેન્ચમાં બંધારણીય અને પ્રશાસનિક કાનૂનના કેસોમાં કામ કર્યું.

તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સિલ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.