Western Times News

Gujarati News

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

રવિવારે મતગણતરી બાદ દેશ સમક્ષ ચિત્ર સ્પષ્ટ થશેઃ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જીતના દાવા કર્યા- ૫ રાજ્યોની ચૂંટણીનો એક્ઝિટ પોલ

નવી દિલ્હી, તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે.

મોટાભાગના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની કાંટેની ટક્કર જોવા મળી રહી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

છત્તીસગઢમાં વિધાનસભાની ૯૦ બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. આજતક અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને ૪૦-૫૦, ભાજપાને ૩૬-૪૬ અને અન્યને ૧-૫, ઈન્ડિયાટીવી સીએનએક્સ અનુસાર કોંગ્રેસને ૪૬-૫૬, ભાજપને ૩૦-૪૦ અને અન્યને ૩-૫, જન કી બાત પ્રમાણે કોંગ્રેસને ૩૪-૪૫, ભાજપને ૪૨-૫૨ અને અન્યને ૩, ટીવી૫ ન્યૂઝ અનુસાર કોંગ્રેસને ૫૬-૬૪, ભાજપને ૨૯-૩૯ અને

અન્યને ૦-૨ અને એબીપી સી-વોટર અનુસાર કોંગ્રેસને ૪૧-૫૩, ભાજપને ૩૬-૪૮ અને અન્યને ૦-૪ બેઠકો મળે છે. જો વર્ષ ૨૦૧૮ની વાત કરીએ તો કોંગ્રેસનો ૬૮, ભાજપનો ૧૫, જેસીસીનો પાંચ અને બસપાનો બે બેઠક ઉપર વિજય થયો હતો.

રાજસ્થાનમાં ટાઈમ્સનાઉ ઈટીજીના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને ૫૬-૭૨, ભાજપાને ૧૦૮-૧૨૮ અને અન્યને ૧૩-૨૧, ટીવી-૯ પોલસ્ટ્રેટ અનુસાર કોંગ્રેસને ૯૦-૧૦૦, ભાજપને ૧૦૦-૧૦૦ અને અન્યને ૫-૧૫, જન કી બાત અનુસાર કોંગ્રેસને ૬૨-૮૫, ભાજપને ૧૦૦-૧૨૨ અને અન્યને ૧૪-૧૫ બેઠકો મળે છે. જો વર્ષ ૨૦૧૮ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસનો ૧૦૦, ભાજપનો ૭૩, બસપાનો ૬, અન્યનો ૨૧ બેઠકો ઉપર વિજય થયો હતો.

મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકો ઉપર મતદાન થયું હતું. જેમાંથી રિપબ્લિક-મેટ્રીજ અનુસાર ભાજપાને ૧૧૮-૧૩૦, કોંગ્રેસને ૯૭-૧૦૭ અને અન્યને ૦-૭, જન કી બાત અનુસાર ભાજપાને ૧૦૦-૧૨૩, કોંગ્રેસને ૧૦૨-૧૨૫ અને અન્યને ૦-૫, ટીવી૯ ભારત વર્ષ અનુસાર ભાજપને ૧૦૬-૧૧૬, કોંગ્રેસને ૧૧૧-૧૨૧ અને અન્યને ૦-૬ બેઠકો મળી રહી છે. જો વર્ષ ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસનો ૧૧૪, ભાજપનો ૧૦૯, બસપાને ૨, સપાનો એક અને અન્યનો ૪ બેઠક ઉપર વિજય થયો હતો.

તેલંગણાની વાત કરીએ તો જન કી બાત અનુસાર ૫૦થી ૪૫ બેઠક ઉપર બીઆરએસ, ૪૮-૬૪ બેઠક ઉપર કોંગ્રેસ, ૭થી ૧૩ બેઠકો ઉપર ભાજપ અને ૪-૭ બેઠકો ઉપર અન્યનો વિજય થઈ રહ્યો છે. આવી જ રીતે ઈન્ડિયાટીવી સીએનએક્સ અનુસાર બીઆરએસનો ૩૧-૪૭, કોંગ્રેસનો ૬૩-૭૯, ભાજપનો ૨-૪ અને અન્યનો ૫-૭ બેઠકો ઉપર વિજય થઈ રહ્યો છે.

વર્ષ ૨૦૧૮માં ૮૮ બેઠકો ઉપર બીઆરએસ, ૧૯ ઉપર કોંગ્રેસ, એક ઉપર ભાજપનો અને ૧૧ બેઠક ઉપર અન્યનો વિજય થયો હતો. તેલંગાણા વિધાનસભાની ૧૧૯ બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. મિઝોરમ વિધાનસભાની ૪૦ બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જન કી બાત અનુસાર ૧૦-૧૪ બેઠકો ઉપર એમએનએફ, ૫-૯ ઉપર કોંગ્રેસ, ૦-૨ બેઠક ઉપર ભાજપ અને ૧૫-૨૫ બેઠક ઉપર જેપીએમનો વિજય થઈ રહ્યો છે.

જ્યારે ઈન્ડિયાટીવી સીએનએક્સ અનુસાર એમએનએફનો ૧૪-૧૮ બેઠકો ઉપર, ૮-૧૦ બેઠકો ઉપર કોંગ્રેસ, ૦-૨ બેઠક ઉપર ભાજપ અને ૧૨-૧૬ બેઠક ઉપર જેપીએમની જીત થઈ રહી છે. જો વર્ષ ૨૦૧૮ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો એમએનએફનો ૨૭, કોંગ્રેસનો ૪, ભાજપનો એક અને જેપીએમનો ૮ બેઠક ઉપર વિજય થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.