સુરિયાની ‘કંગુવા’ અને આલિયાની ‘જિગરા’ વચ્ચે ટક્કર
મુંબઈ, સુરિયા દ્વારા તેની જબદસ્ત એક્શન દંતકથા આધારિત ફિલ્મ ‘કંગુવા’ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ‘કંગુવા’ સિવા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ એક એવી કાલ્પનિક કથા છે, જેમાં ટાઇમ ટ્રાવેલની વાત છે. ખાસ કરીને તેના પ્રોમોમાં દેખાતાં વીએફએક્સ અને યુદ્ધના દૃશ્યોને દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે.
તેનાથી જાહેર થયું છે કે આ ફિલ્મ અને આલિયાની ‘જિગરા’ વચ્ચે ક્લેશ થવાનો છે. સુરિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે હાથમાં તલવાર લઇને યોદ્ધાનારોલમાં જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે,“સિનેમામાંપ૧૦-૧૦-૨૦૨૪ વર્લ્ડવાઇડ.”
આ પોસ્ટ અને ટ્વીટર પર પણ તેમને ફૅન્સનો ઘણો સારો પ્રતિસાદ આપ્યો હતો, એક યુઝરે લખ્યું હતું,“ફરી એક વખત, રાજાએ ફરી તેનું સિંગાસન હાથમાં લઈ લીધું છે. કંગુવા બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખશે અને કોલિવુડની પહેલી ૧૦૦૦ કરોડની ફિલ્મ બનશે.”
આલિયાની ‘જિગરા’ પણ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તેથી આ બંને ફિલ્મો વચ્ચે ક્લેશ થશે. આ આલિયા ભટ્ટના ઇટર્નલસન શાઇન પ્રોડક્શન અને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કો પ્રોડ્યુસ કરેલી ફિલ્મ છે. ‘જિગરા’ વાસન બાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
તેમાં વેદાંગ રૈનાનો પણ મહત્વનો રોલ છે. જ્યારે ‘કંગુવા’ માં સુરિયાનો ડબલ રોલ છે અને આ ફિલ્મમાં બબી દેઓલ ઉધિરન નામના વિલનના રોલમાં જોવા મળશે.
ફિલ્મના ટીઝરમાં દિલધડક એક્શન સીનની ઝલક મળે છે. આ ફિલ્મ સાથે દિશા પટાણી તમિલ ફિલ્મમાં ડેબ્યુ કરશે. તે ઉપરાંત આમાં નટરાજન સુબ્રમણિયન, જગપતિ બાબુ, યોગી બાબુ, રેડિન કિંગ્સ્લે, કોવાઈસરલા, આનંદરાજ, રવિ રઘુવેન્દ્ર, કે.એસ. રવિકુમાર અને બી.એસ. અવિનાશ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ થ્રીડી અને આઈમેક્સમાં રિલીઝ થશે.SS1MS