Western Times News

Gujarati News

કેશોદમાં ગેરકાયદે વૃક્ષછેદન કરનારા વિરૂધ્ધ રજુઆત કરાતા ઝપાઝપી

કેશોદ, કેશોદનાં ડીપી રોડ પર ગેરકાયદેસર વૃક્ષછેદન કરનારા વિરૂધ્ધ લતાવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવતાં ઝપાઝપીને બનાવ સામે આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદના ડીપી રોડ પર આવેલી શાંતીધામ સોસાયટીામં આવેલાં સાર્વજનીક પ્લોટમાં રહેવાસીઓ દ્વારા પચ્ચીસેક વર્ષથી વૃક્ષો વાવીને તેનું જતન કરી મોટાં ઘેઘુર બનાવ્યાં હતાં. ત્યારે બાજુમાં આવેલી અન્ય સર્વે નંબરના લોકો કે જેમના શાંતીધામ સોસાયટીમાં કોઈપણ પ્રકારનો હકક નથી છતાં ખાનગી માણસો બોલાવી આરક્ષીત વૃક્ષોનું જડમુળથી નિકંદન કાઢી નાખ્યું હતું.

જેથી લતાવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવતાં માજીસૈનિકો અને નિવૃત્ત પોલીસ કર્મીીઓનો રોફ જમાવી જયાં જવું હોય ત્યાં જાવ કહી મનમાની કરી હતી. જે અંગે લેખીતમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી પોલીસ સ્ટેશન અને સામાજીક વનીકરણ વિભાગને રજુઆત કરી દોષીતો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

વિરોધ કરવામાં આવતાં ઝપાઝપી થઈ હતી અને કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાંતુરંત કેશોદ પોલીીસે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ બકાયપાસ ચોકડી પર પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકીગ કરી રહયા હતા. ત્યારે વંથલી તરફથી આવતા છોટાહાથીને અટકાવી તલાશી લેતાં તેમાંથી ૬ હજારનો દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સમીર શોકતઅલી મટારી અને શોકત અશલફ મટારીની ધરપકડ કરી હતી. દારૂ અને છોટાહાથી મળીકુલ રૂા.૧.૦૮ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.