Western Times News

Gujarati News

J&K: કલમ ૩૭૦ને ફરીથી લાગુ કરવાની માંગણીનું બેનર ધારાસભ્યે બતાવતાં મામલો બિચક્યો

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી

જમ્મુ, જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે ભારે હોબાળો થયો હતો. કલમ ૩૭૦ને લઈને ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી પણ થઇ હતી. દરમિયાન પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા હતા.

હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ૨૦ મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે, સવારે ૧૦ઃ૨૦ વાગ્યે ફરી એકવાર ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના ધારાસભ્યોનો હોબાળો ચાલુ રહ્યો હતો, જેને જોઈને સ્પીકરે ગૃહને આખા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. લાંગેટના ધારાસભ્ય શેખ ખુર્શીદ વિધાનસભામાં એક પોસ્ટર લઇને પહોંચ્યા હતા. જેમાં કલમ ૩૭૦ને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પોસ્ટર જોઈને ભાજપના ધારાસભ્યો ગુસ્સે થઈ ગયા અને તેમના હાથમાંથી પોસ્ટર છીનવી લીધું. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભાજપના ધારાસભ્યોએ શેખ ખુર્શીદના હાથમાંથી પોસ્ટર લઈ લીધું અને ફાડી નાખ્યું હતું. આ પછી ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની ગઈ છે. ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. કલમ ૩૭૦એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાની માનસિકતાને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભામાં ૩૭૦ પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે લાવવો અને તેને ચોરોની જેમ ઉતાવળે, ગુપ્ત રીતે રજૂ કરવો એ દર્શાવે છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગાડવા માંગે છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ભારત માતાની પીઠમાં ખંજર ભોંક્યું છે.

કલમ ૩૭૦ હટાવવા માટેનું બિલ પસાર થયા બાદ ગુસ્સે ભરાયેલા ધારાસભ્યો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ ૩૭૦ હટાવવા સંબંધિત બેનર બતાવવાનું શરૂ કર્યું.

આ પછી પાર્ટી અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાનો વિરોધ કર્યો હતો. જેમ જેમ હોબાળો વધતો ગયો તેમ માર્શલે બચાવમાં આવવું પડ્યું. આ પછી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

બીજેપી નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની ગઈ છે. ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. કલમ ૩૭૦એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાની માનસિકતાને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભામાં ૩૭૦ પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે લાવવો અને તેને ચોરોની જેમ ઉતાવળે, ગુપ્ત રીતે રજૂ કરવો એ દર્શાવે છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગડવા માંગે છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને એનસી વાસ્તવમાં કાશ્મીરમાં આતંકવાદીઓના એજન્ડાને પૂરા કરવાનું કાવતરું કરી રહ્યા છે. પરંતુ ભાજપ વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને જડબાતોડ જવાબ આપશે. આ એજન્ડાને અહીં ચાલવા દેશે નહીં.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ૩૭૦ની કલમ કોઈપણ સંજોગોમાં ફરી લાગુ નહીં થાય. એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓના ખાતમા માટે એક ચોક્કસ રણનીતી ઘડી કાઢવામાં આવી છે. અને તેનો ટૂંક સમયમાં જ અમલ કરવામાં આવનાર છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. અને જણાવ્યું છે કે, કેટલાક ધારાસભ્ય પાકિસ્તાનના ઈશારે કામ કરી રહ્યાં છે. તેઓને દેશ સમક્ષ ખુલ્લા પાડવાં જોઈએ અને તેઓની સામે કાર્યવાહી પણ થવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.