પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર અથડામણ થઈ

ઈસ્લામાબાદ, એક મુખ્ય સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર પાકિસ્તાની અને અફઘાન દળો વચ્ચે ગોળીબાર થયો. બે પડોશી દેશો વચ્ચેના વિવાદને કારણે આ સ્થળ એક અઠવાડિયાથી વધુ સમયથી બંધ છે.
ગોળીબારમાં તોરખામ ક્રોસિંગની બંને બાજુ કોઈ જાનહાનિના અહેવાલ નથી. રવિવારે બંને દેશોના અધિકારીઓએ સરહદ ખોલવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે બેઠક યોજી હતી પરંતુ આ મુદ્દાનો કોઈ ઉકેલ આવ્યો ન હતો.
અફઘાનિસ્તાન દ્વારા ત્યાં નવા બોર્ડર ક્રોસિંગના નિર્માણ સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હોવાથી આ ક્રોસિંગ ૧૧ દિવસથી બંધ છે. ગોળીબારને કારણે બંને દેશોએ અગાઉ તોરખામ અને દક્ષિણપશ્ચિમ ચમન સરહદ ક્રોસિંગ બંધ કરી દીધા હતા.
આ ક્રોસિંગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર અને મુસાફરી માટે મહત્વપૂર્ણ છે.એક પાકિસ્તાની અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તાલિબાન સુરક્ષા દળોએ સોમવારે વહેલી સવારે કોઈપણ ઉશ્કેરણી વિના પાકિસ્તાની સરહદ ચોકીને નિશાન બનાવીને ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યાે હતો.
અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની જવાનોએ પણ વળતો જવાબ આપ્યો. કાબુલમાં તાલિબાન સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.SS1MS