ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૩.૨૭%: ૧૩% ઓછું રિઝલ્ટ
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ ૧૨ના બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. સવારે આઠ વાગે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
GSEBની વેબસાઈટ પર જઈને આ પરિણામ જાેઈ શકાશે. ત્યારે આ વર્ષે ધોરણ ૧૨ સામન્ય પ્રવાહનું પરિણામ ૭૩.૨૭% આવ્યું છે. મહત્વનું છે કે, ગયા વર્ષની સરખામણીએ ૧૩ ટકા જેટલું રિઝલ્ટ ઓછું આવ્યું છે. તો આ વખતે છોકરાઓની સરખામણીએ છોકરીઓએ બાજી મારી છે. તો આ પરિણામ વોટ્સએપ નંબર પરથી જાેઈ શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
મહત્વનું છે કે, કચ્છ જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ જાેવા મળ્યું છે. કચ્છ જિલ્લામાં ૮૪.૫૯ ટકા પરિણામ આવ્યું છે. બુધવારે વહેલી સવારે આઠ વાગ્યે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ હતુ.
GSEBની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહનું ૭૩.૨૭% પરિણામ આવ્યું છે. જાે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૩ ટકા પરિણામ ઓછું આવ્યું છે.
પરંતુ આ વર્ષે છોકરા કરતા છોકરીઓએ બાજી મારી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ જાેઈ શકશે. આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે અને પછી પરિણામ મેળવી શકશે. તો આ વર્ષે કચ્છ જિલ્લાનું પરિણામ સૌથી વધુ છે.
કચ્છ જિલ્લાનું ૮૪.૫૯ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લા દાહોદ છે. દાહોદમાં ૫૪.૬૭ ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાેઈ શકશે.
એટલું જ નહીં પોતાનું પરિણામ પણ ડાઉનલોડ કરી શકશે. પોતાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ સહિતની કેટલીક વિગતો વેબસાઈટ પર નાખવી પડશે અને પછી પરિણામ જાેઈ શકશે. બીજી મહત્વની વાત એ છે કે, સૌથી વધુ પરિણામ વાગધ્રા કેન્દ્રનું રહ્યું છે
અહીં ૯૫.૮૫ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયાનું છે. અહીં ૩૬.૨૮ ટકા પરિણામ આવ્યું છે. તો ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૧૧ છે. સૌથી પહેલાં ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org જવાનું રહેશે.
ત્યારબાદ આર્ટ્સ અને કોમર્સ માટે HSC, ૧૨નું પરિણામ ૨૦૨૩ લિંક પર ક્લિક કરવાનું રહેશે. એ પછી લોગ ઈન થયા બાદ ઓળખપત્રો દાખલ કરવાના રહેશે. બાદમાં GSEB HSC ધોરણ ૧૨મું પરિણામ ૨૦૨૩ ડાઉનલોડ કરો અને સેવ કરો. આ સિવાય તમે આ વેબસાઈટ પરથી પરિણામની પ્રિન્ટઆઉટ પણ લઈ શકશો.SS1MS