ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગ્રુપ વાઈઝ કેટલું આવ્યુંઃ જાણો વિગતવાર
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જાહેરઃ ગત વર્ષ કરતાં 18 ટકા વધુ-127 સ્કુલોનું પરિણામ 100 ટકા જે ગયા વર્ષે 27 હતી.
બોર્ડનું પરિણામ ઊંચું આવવાની સાથે સાથે ધોરણ 12માં A1, A2 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (Gujarat Board of Secondary and Higher Secondary Education) ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આજે ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયુ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થયું છે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,89,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હતા.
ગુજરાત શિક્ષણ બોર્ડના અધ્યક્ષે જણાવ્યું હતું કે, વિધાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિધાર્થીઓએ કરેલ તનતોડ મહેનત અને સખત પરિશ્રમની ફલશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે. તા. 11-03-2024 થી
તા. 22-03-2024 દરમિયાન લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરણામ આજરોજ જાહેર કરતાં અમો આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.
Gandhinagar, Gujarat: Banchhanidhi Pani, Chairman of Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) says, “Gujarat State Education Board results declared at 9 am on 09th May 2024. This year’s results are very good.
We have a result of 82.45% this time which is 17-18% more than the last time…Last time 27 schools had a 100% result, this time 127 schools registered the same…1034 students registered A1 grade and 8983 students registered A2 grade…”
પરીક્ષાથી પરિણામ સુધીની અત્યંત ગોપનીય, જટીલ અને પડકારરૂપ કામગીરીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોડ, ગાંધીનગર સાથે સહભાગી બનેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો ધન્યવાદ સહ આભાર પ્રગટ કરીએ છીએ. માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં.
જેમાં નિયમિત વિધાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. આ વિધાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે. સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંધ્ન સહ ઉજ્જવળ કારકિર્દા માટે શુભકામના પાઠવીએ છીએ. સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સડળતા પ્રાત કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.
આમ કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય એવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024ના રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામની વિગતો
ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 502 કેન્દ્રો ઉપર તા. 11/03/2024 થી 26/03/2024 દરમિયાન યોજાયેલ હતી.
આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકો 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,47,738 પરીક્ષાથીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે.
જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેધ્વારો તરીકે 61,182 ઉમેધ્વારો નોધાયેલા હતા તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 29,179 ઉમેધ્વાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેધ્વારોનું પરિણામ 49.34 % ટકા આવેલ છે.
આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯50૦5) અંતર્ગત 29,455 નિયમિત ઉમેધ્વારો નોધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૦6505) અંતર્ગત નિયમિત ઉમેધ્વારોનું પરિણામ 54.98 % ટકા આવેલ છે.
અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૦૬0૦5) અંતર્ગત પુનરાવર્તિત ઉમેધ્વારો તરીકે 13,412 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 6,420 ઉમેધ્વાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯5૦5) અંતર્ગત પુનરાવ તિંત ઉમેધ્વારોનું પરિણામ 50.14 % ટકા આવેલ છે.