આગામી ૧૫ દિવસમાં જ રાજ્યમાં વર્ગ ૩ના કર્મચારીઓની ભરતી કરાશે
ગાંધીનગર, નવા વર્ષની શુભ શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં આગામી ૧૫ દિવસમાં જ વર્ગ ૩ની ૫ હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. વર્ગ ૩ના ૫ હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરાશે.
આ અંગે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યુઝ મળશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ વર્ગ ૩ની ભરતી માટે સરકારે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા છે. જેમ કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે.
વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ ૨૧ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ ર્નિણય કરવામાં આવ્યો છે.
આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે. SS3SS