Western Times News

Gujarati News

કલેકટરના પ્રયાસોથી માય લીવેબલ ભરૂચ દ્વારા સફાઈ અને બ્યુટીફિકેશનની કામગીરીનો શુભારંભ

ભરૂચ શહેર, ઝાડેશ્વર,ભોલાવ,નંદેલાવ વિસ્તાર મળી ૪૦ કી.મી ના રસ્તાનું સફાઈ અભિયાન હાથ ધરાશે

(પ્રતિનિધિ) ભરૂચ, જીલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્રારા વિવિધ સહભાગીઓ સંસ્થાઓ સાથે ભરૂચ શહેરના મુખ્ય માર્ગોની ઝીણવટપૂર્વક સ્થળ તપાસ, અનેક તજજ્ઞ, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓએ અરસપરસ સંકલનમાં રહીને અંદાજિત ૪૦ કિ.મી લંબાઈ વિસ્તારના (મુખ્યત્વે ભરૂચ શહેરી તથા નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર) મુખ્ય માર્ગોની સાફસફાઈ અંગેની કામગીરી સીએસઆર પહેલના પ્રથમ તબકકામાં હાથ ધરીને પાર પાડી શકાય એવું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ વિશ્લેષણના આધારે આજ રોજ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા માતરિયા તળાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને “માય લિવેબલ ભરૂચ’ સીએસઆર પહેલ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાંસગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આપણા ભરૂચને સુંદર અને હજુ વધુ રહેવાલાયક બનાવવા આથી વિશેષ પ્રસંગ બીજાે કોઈ હોઈ શકે નહી. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કમાં આપણું ભરૂચ પણ દેશના ટોપટેન શહેરોમાં આવે તેવા પ્રયાસો કરવા ‘’માય વિલેબલ ભરૂચને’’ અભિયાન સ્વરૂપે ઉપાડી લઈ તંત્રને સહકાર આપીયે.તે સાથે વધુ તેમણે ઉમેરતા જણાવ્યુ હતું કે, ભરૂચ શહેર તથા નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારના અંદાજિત કુલ ૪૦.૦૦ કિલોમીટર વિસ્તારની સાફ સફાઈ, ઘર અને રસ્તાદીઠ કચરાનું એકત્રીકરણ, ભીના કચરાનુ વિભાજન, નિકાલ અને વ્યવસ્થાપન કરવામાં આવશે જેનો લાભ આપણા ભરૂચના રહેવાસીઓને મળશે.

જીલ્લા કલેક્ટેર તુષાર સુમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં પોતાના આઈએએસની ટ્રેનિંગ દરમ્યાન સિંગાપોર દેશની વિઝિટ દરમ્યાન સ્વચ્છતા અંગેના રસપ્રદ પ્રસંગો સાથે ત્યાંની સિસ્ટમની ચર્ચા કરી હતી. અને ભારતમાં સ્વછતતા સર્વેક્ષણમાં પ્રથમક્રમે આવતા ઈન્દોર શહેરના ગારબેઝ કલેક્શન વ્યવસ્થા અને ગારબેઝ ફ્રી શહેરની વાત સાથે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.ભરૂચ શહેરને પણ વધુ સારી રીતે રહેવાલાયક, સુંદર બનાવવાની આ પહેલને લોકો અપનાવે અને મદદરૂપ બને તેવી હાંકલ કરી હતી.

વધુમાં શહેરની મુખ્ય દિવાલોનું બ્યુટીફીકેશનનું કામહાલ ચાલી જ રહ્યું છે. તે સાથે સાથે ઘર અને રસ્તાદીઠ કચરાનું એકત્રીકરણ, સુકા અને ભીના કચરાનુ વિભાજન, નિકાલ અને વ્યવસ્થાપન, ગંદકી ફેલાવનાર શહેરીજનો વિરુધ્ધ દંડાત્મક પગલાં, શહેરની ગૃહિણીઓ માટે હોમ કમ્પોસ્ટિંગની તાલીમ અને શહેરીજનો માટે ઉત્તમ રીતે રહેવાલાયક બની રહે એવી વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓ સક્રિયપણે હાથ ધરવામાં આવનારી છે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.