પાનમ હાઈલેવલની કેનાલની આસપાસ ઝાડી ઝાંખરાઓની સાફસફાઈ શરુ કરાઈ
(પ્રતિનિધી) શહેરા. પંચમહાલ જીલ્લામાં ખેડુતોની જીવાદોરી ગણાતી પાનમહાઈલેવલ કેનાલની તંત્ર દ્વારા સાફસફાઈ કરવામા આવી રહી છે.કેનાલની આસપાસ ભારે બાવળ તેમજ કાંટા અને ઝાડીઝાંખરાનુ સામાજ્ય વ્યાપી જવાને કારણે તેને દુર કરવામા આવે તેવી માંગ સ્થાનિક ખેડુતો દ્વારા કરવામા આવી હતી,જેના પગલે તંત્ર દ્વારા કેનાલની આસપાસ સાફસફાઈ કરવામા આવી હતી.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં પાનમ હાઈલેવલ કેનાલ આવેલી છે.
આ પાનમહાઈલેવલ કેનાલ ખુલ્લી કેનાલ છે. આ કેનાલથી પાણીના આસપાસના સ્તર ઉચા આવે અને તેમજ ખેડુતો તેમાથી સિંચાઈનું પાણી લઈ ખેતીકામ કરે તે હેતુથી સરકાર દ્વારા બનાવામા આવી છે. હાલમા આ કેનાલની આસપાસ ઊગી નીકળેલી ભારે કાંટાળી ઝાડી ઝાંખરાઓ જાેવા મળી રહ્યા છે. જેની સાફસફાઈની માંગ કરવાને પગલે તંત્ર દ્વારા કેનાલની આસપાસ તેને દુર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે. હાલમાં જ જ્યાથી કેનાલની શરુઆત થાય છે.ત્યાથી જ થોડે આગળના વિસ્તારમાં હીટાચી મશીન દ્વારા કેનાલમાંથી નકામી કાંટાળી વનસ્પતિ દુર કરવામા આવી રહી છે.