અમદાવાદનો પોશ વિસ્તાર આશ્રમ રોડ અસ્વચ્છઃ કચરાનો નિકાલ કરવો જરૂરી
શહેરમાં રોડની સ્વચ્છતાના મામલે હજુ પણ મ્યુનિસિપલ તંત્ર ખાસ ગંભીર નથી એવી ચર્ચા
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેેશનને સ્વચ્છતાના મામલે કેન્દ્ર સરકાર પાસેથી દર વર્ષે એક અથવા બીજા પ્રકારના એવોર્ડ મળતા રહ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ ર૦રર હેઠળ પણ તંત્રને એવોર્ડ મળ્યા છે. જાે કે જે હિસાબથી સતાવાળાઓ એવોર્ડ મેળવી રહ્યા છે તે હિસાબથી અમદાવાદમાં સ્વસ્ચ્છતા નજરે પડતી નથી.
આજે પણ શહેરીજનોને સફાઈના સ્તરથી ખાસ સંતોષ નથી. ખુદ મ્યુનિસિપલ સતાધીશોને પણ આ બાબતની જાણ છે. એટલે સફાઈનંું ઉચ્ચ ધોરણ જાળવવા માટેેે વારંવાર સંબંધિત અધિકારીઓને તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવતી હોવા છતાંય પણ અસરકારક પરિણામ નજરે પડતા નથી. આના કારણેેે આશ્રમ રોડ જેવા શહેરના મહત્ત્વના રાજમાર્ગ ઉપર ગંદકી જાેવા મળે છે.
આશ્રમ રોડ સાથે સકળાયેલા મીઠાખળી જેવા સંભાર વિસ્તારમાં પણ અનેકવાર કચરાના નિકાલને લઈ ફરીયાદો ઉઠતી રહે છે. જેનાથી આશ્રમ રોડ અને મીઠાખળી ખાતેના કચરાના સમયસર નિકાલ લાવવાનુૃ તંત્ર માટે આવશ્યક બન્યુ છે.
અમદાવાદમાં બિસ્માર રોડ, રખડતા ઢોર, રખડતા કૂતરા, રોડ પરના લારી ગલ્લાના દબાણ દુષિત પાણી, ઉભરાતી ગટર, બંધ સ્ટ્રીટલાઈટની સાથે ેઠેર ઠેર જાેવા મળતી ગંદકી પણ નાગરીકોને કનડતી રોજબરોજની સમસ્યામાં આવે છે.ે
શહેરને ચોખ્ખુ ચણાક રાખવા દર વર્ષેેે મ્યુનિસિપલ તિજાેરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ડોર ટુ ડોરની પાછળ જ તંત્ર પાણીની જેમ રૂપિયા ખર્ચી રહ્યુ છેે. તો પણ ડોર ટુ ડોર કચરા એકત્ર કરવાવાળા શહેરના મોટાભાગના ઘરે ઘરે થી કચરો લેતા નથી. જ્યારે એક બાજુ ભેગો થયેલો હોય ત્યાંથી કચરો લઈને જતા રહેતા હોય છે.
આટલા રૂપિયા ખર્ચવા છતાં સુરતથી પણ આપણુ શહેર ડોર ટુ ડોરની કામગીરીમાં પાછળ જ છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને સુરતની સફાઈનો અભ્યાસ કરવા બે બે વખત સોલડ વેસ્ટ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓને સુરત મોકલ્યા હતા. સુરતની સ્વચ્છતાનો અભ્યાસ કરીને તેના આધારે અમદાવાદમાં કેવી રીતે કામગીરી કરી શકાય એવો આશય આ સ્ટડી ટૂર પાછળનો તંત્રનો હતો.
હજુ સુધી મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની બે બે વખતની સુરતની સ્ટડી ટૂરનો નિચોડ જાણવા મળ્યો નથી. જાે કે આ વિભાગના સફાઈ કર્મચારીઓ દ્વારા રોડની કરાતી સફાઈના મામલે અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠતી રહી છે. શહેરમાં રોડની સ્વચ્છતાના મામલે હજુ પણ મ્યુનિસિપલ તંત્ર ખાસ ગંભીર નથી. એવી ચર્ચાઓ પણ છાશવારે ઉઠતી રહી છે.
આશ્રમ રોડ જેવા શહેરની રોનક ગણાતા રોડની સફાઈમાં રોજેરોજ કચરો રહી જવાથી કચરાના ઢગલા થતાં હોવાની ફરીયાદોએ જાેર પકડ્યુ છે.
બાટા-ટાઈમ્સ જેવા સ્પોટ પરથી કચરો નિયમિત ઉપાડાતો જ નથી એવી ગંભીર ફરીયાદ છેક ઉચ્ચ સ્તરે પહોંચતા જ સતાધીશો ચોંકી ઉઠ્યા છે. આવી જ રીતે મીઠાખળીમાં પણ કચરાના નિકાલની અનિયમિતતાથી નાગરીકો પરેશાન થઈ ઉઠ્યા છે.
શહેરના જાહેર યુરિનલ્સ, બાગ-બગીચા, પ્લોટસ, કોમ્યુનિટી હોલ વગેરેની ગંદકીની ચર્ચા તો વારંવાર થતી રહે છે. જાે કે રોડની સફાઈમાં કેટલાંક સફાઈ કર્મચારીઓ ગલ્લાતલ્લા કરતા હોવાની ફરીયાદોના મૂળ સુધી પહોંચવાની તાતી જરૂર છે.