સાળંગપુર ધામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું:

બસ સ્ટેન્ડ અને આજુબાજુની સફાઈ કરવામાં આવી
બોટાદ, શ્રી કષ્ટભંજન દેવના સાળંગપુર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. #SwachhataHiSeva ઝુંબેશ અંતર્ગત બરવાળાના સાળંગપુર ગામે ગ્રમજનો અને સરપંચશ્રી દ્વારા જાહેર સ્થળો તેમજ બસ સ્ટેન્ડ અને આજુબાજુની સફાઈ કરવામાં આવી હતી.
સાળંગપુર ધામ ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને હજારો ભક્તો દર્શાનાર્થે આવતા હોય છે. સફાઈ ઝુંબેશમાં બસ સ્ટેન્ડ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે બસ સ્ટેન્ડ અહીં આવતા યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે સંપર્કનું પ્રથમ બિંદુ છે.
આ વિસ્તારની ઝીણવટભરી સફાઈ આ પવિત્ર સ્થળની મુલાકાત લેનારા દરેક માટે સ્વચ્છતામય વાતાવરણ બનાવવા માટેના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.