‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’ સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે
ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંગેની બેઠક યોજાઈ
(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અંગેની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ‘સ્વચ્છતા હી સેવા’ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’ સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે.
બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગે “સ્વચ્છતા હી સેવા” માસની ઉજવણી અન્વયે દેશના તમામ ગામ તથા શહેરી વિસ્તારોને લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ- સફાઈ અભિયાન અને સ્વચ્છતા વિષયક કાર્યક્રમો-પ્રવૃત્તિઓ યોજવામાં આવશે
જેમાં નગરપાલિકાઓમાં દરેક વોર્ડવાઈઝ, દરેક ગામમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ. ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓએ મહાશ્રમદાન સહ સફાઈ ઝુંબેશ યોજવામા આવશે, જેમાં બહોળી સંખ્યામાં લોકોને જાેડાવા માટે કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામા આવી છે.
આ ભગીરથ કાર્યમાં ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ જાેડાશે. આ ઉમદા કાર્યમાં ખેડા જિલ્લાના તમામ લોકોને સ્વચ્છતા માટેની મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાનો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કર્યો હતો.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, તા.રજીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા રંગોળી સ્પર્ધા તથા સ્વચ્છતા અભિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલિસ અધિકક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ તમામ પ્રાંત અધિકારી તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.