Western Times News

Gujarati News

ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઈ

હેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા અઠવાડિયાથી ખાસ ડ્રાઇવઃ એકમોને સીલ કરવા સુધીની કાર્યવાહીની સૂચના

અમદાવાદ,  અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ છે.

શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. શહેરમાં ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. એએમસી હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં સૂચનાઓ અપાઇ છે.

એએમસી હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુજ્જરે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સ્વચ્છતા માટે વધુ કડક અમલ કરવામાં આવશે. સ્વચ્છતા માટે પહેલા એક મહિના જાગૃતિ લાવાનો પ્રયાસ કરાશે. ત્યાર બાદ કડકાઇથી અમલ કરવા અધિકારીઓને સૂચનાઓ અપાઇ છે.

ખાસ કરી કોમર્શિલય એકમ પર કાર્યવાહી કરાશે. હાલ ચાર રસ્તા પર કચરાની સિલ્વર ટ્રોલી રખાઇ છે. જેમાંથી હાલ ૩૦થી વધુ ટ્રોલી ઉઠાવી લેવામાં આવી છે. જાહેર રસ્ત પર આવેલી અંદાજીત ૩ હજાર ટ્રોલીમાં એક પછી એક દૂર કરી દેવામાં આવશે. કારણ કે જાહેર રસ્તા પર લોકો ટ્રોલી બહાર કચરો નાખે છે.

જેના પગલે ત્યાં ઢોર પણ આવી ચઢે છે. જેથી અકસ્માત થવાની શક્યતાઓ ઉભી થાય છે. આથી હવે કચરા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે. ખાસ કરીને ધંધાકીય એકમો દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખી શકશે નહીં. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા વધુ સારી બને અને સ્વચ્છતા રેન્કિંગમાં અમદાવાદ શહેરનો નંબર પહેલો રહે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિક દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત શ્રેણી બંધ પગલા લેવામાં આવી રહ્યા છે. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે. રાત્રી દરમિયાન ખાણી-પીણા માર્કેટ દ્વારા કચરો જાહેર રસ્તા પર નાખવામાં આવી રહ્યો છે.

જે અંતર્ગત એએમસી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી રેસ્ટોરન્ટ, હોટલ અને લારી-ગલ્લા પર ચાલતા ખાદ્ય એકમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જાે આગામી સમયમાં નિયમનું પાલન નહીં કરે તો લારી-ગલ્લા જપ્ત કરવા સુધી તેમજ એકમ સીલ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.