સોમનાથમાં સ્વચ્છતાઃ દરરોજ એક લાખ લિટર પાણી થાય છે ફિલ્ટર
ગીર સોમનાથ, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને તેની આસપાસના વિસ્તારની સ્વચ્છતા આંખે વળગી આવે છે. સામાન્ય રીતે યાત્રીઓ કોઈપણ ધર્મ સ્થળ કે પ્રવાસન સ્થળ પર જતાં હોય ત્યારે સૌથી વધુ સ્વચ્છતાને જાેતા હોય છે. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે અને આજ કારણે સોમનાથ ટ્રસ્ટ અને પ્રવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડના સહયારા પ્રયાસના કારણે સોમનાથમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છતા જળવાય રહી છે. દેશભરમાંથી આવતા યાત્રીઓ સોમનાથ મહાદેવના દર્શન બાદ ટ્રસ્ટની સ્વચ્છતાની કામગીરીને લઈ ખુશ જાેવા મળી રહ્યા છે.
વિશ્વમાં વસતા કરોડો હિન્દુઓનું આસ્થાનું પ્રતીક અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની મુલાકાતે વર્ષે ૭ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે. જે શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર સહિતના આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લેતા હોઇએ છીએ. ત્યારે સોમનાથ નજીક આસપાસના ૫૦૦થી ૭૦૦ મીટરની ત્રિજ્યામાં અંદાજે ૧૫૦થી વધુ સફાઈ કર્મચારીઓ ૨૪ ×૭ કલાક સ્વચ્છતા માટે તત્પર રહે છે.
તો સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ માટે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ યાત્રી નિવાસ અને રામ મંદિર ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. આ પ્લાન્ટ દ્વારા દરરોજનું ૧ લાખ લિટર પાણી ફિલ્ટર થાય છે અને આ શુદ્ધ થયેલું પાણી ગાર્ડનિંગમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જે સરાહનીય બાબત છે. જ્યાં દરરોજ ૧ લાખ લિટર પાણીને ફિલ્ટર કરી શુદ્ધ કરવામાં આવે છે.
ત્યારબાદ સાગરદર્શન ખાતે પણ આવા ૨ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. તેમજ નૂતન રામ મંદિર ખાતે પણ દરરોજ ૧૦ હજાર લિટર પાણી ફિલ્ટર કરવાનો પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટનો હેતુ ઉપયોગમાં લેવાયેલા પાણીને વેસ્ટ જવા ન દેતા ફિલ્ટર કરી સોમનાથ ટ્રસ્ટનાં બગીચાઓમાં ફૂલ ઝાડને આપવામાં આવી રહ્યું છે. આમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાત્મા ગાંધીજીના મૂળ ઉદ્દેશ ‘જળ એજ જીવન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યો છે.SS1MS