Western Times News

Gujarati News

કલાયમેટ સ્ટાર્ટઅપ પરના વિચાર મંથન સત્ર અને ડેમો દિવસનું આયોજન

કલાઇમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું “કલાઇમેટ ચેન્જ અન્વયે સ્ટાર્ટઅપ્સનું વિચાર મંથન સત્ર અને ડેમો દિવસ”

કલાઇમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર ધ્વારા કલાઇમેટ ચેન્જ અન્વયે પંચામૃત યુવા જાગૃતિ પંખવાડિયા અંતર્ગત તા ૨૦મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) કેમ્પસ, નવરંગપુરા  અમદાવાદ ખાતે કલાયમેટ સ્ટાર્ટઅપ પરના વિચાર મંથન સત્ર અને ડેમો દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચામૃત – યુવા જાગૃતિ પંખવાડિયાના ભાગ રૂપે ચર્ચાસત્રમાં ડૉ. ચિંતન વૈષ્ણવ, મિશન ડાયરેકટરે, અટલ ઇનોવેશન મિશન, કલાઇમેટ ચેન્જ વિભાગના સંયુકત સચિવશ્રી બી.એચ.તલાટી (આઇ.એ.એસ) જેડાના નિયામક શ્રી, શ્રીમતી શીવાની ગોયલ (આઇ.એ.એસ.), આઇ.આઇ.એમ. ના એલ્યુમીનાઇ શ્રી એસ.બી.ડંગાયચ, શ્રી વિનોદ અગ્રવાલ, આઇ-હબના સી.ઇ.ઓ. શ્રી હિરણ્યમય મહંતા, તથા કોલેજના ર૦૦ થી વધુ યુવાનો ઉપસ્થિત રહયા હતા.

ડો.ચિંતન વૈષ્ણવે તેમના વકતવ્યમાં જણાવ્યું કે કલાઇમેટ ચેન્જ માટે ઇનોવેશનની ખૂબ જ મોટી શકયતા છે. તેમણે અટલ ઇનોવેશન મીશનનો ઉદેશ ભારતમાં ઇનોવેશન ઇકો સીસ્ટમ બનાવવાનો છે. જેના માટે દેશના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં કલાઇમેટ ચેન્જની ઓછી અસર હોવાથી ત્યાં કલાઇમેટ ચેન્જને સમજવા માટે લેબોરેટરી બનાવવાની શકયતા છે તથા યુવાનોને “If you nail it, the ecosystem will scale it” કહી પ્રોત્સાહિત કર્યા. તેમણે કોઇપણ ક્ષેત્રમાં ઇનોવેટીવ આઇડીયા માટે તેનો ઉદેશ, નિરાકરણ અને કઇ પધ્ધતિ વાપરીને મૂળભૂત બાધાઓ દૂર કરી શકાય તે વિશે યુવાનોને સમજાવ્યું અને કલાઇમેટ ચેન્જના નિરાકરણ માટે “ રેડીકલ ઇનોવેશન” પર ભાર મુકયો હતો.

ચર્ચાસત્રમાં કલાઇમેટ ચેન્જને લગતા પાંચ સ્ટાર્ટઅપ દ્વારા ડેમો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા.

આઇ.આઇ.એમ. અમદાવાદના એલ્યુમની શ્રી એસ.બી. ડંગાયચે યુવાનોને જણાવ્યુ કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મહારાષ્ટ્ર રાજય પર અયોગ્ય કચરા વ્યવસ્થાપન માટે રૂા.૧ર હજાર કરોડનો દંડદ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યં કે કલાઇમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા છે અને ગુજરાત કલાઇમેટ ચેન્જ સ્ટાર્ટઅપ્સમાં ચેમ્પીયન બનવાની તક ધરાવે છે તેવુ જણાવ્યું હતું.

જેડાના નિયામકશ્રી શીવાની ગોયલ દ્વારા યુવાનોને કલાઇમેટ ચેન્જ સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કર્યા તથા ઉધોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સમાજ ઉપયોગી ઇનોવેશન માટે પ્રેરીત કર્યા.

અરૂણ્ય ઓર્ગોનિક પ્રા.લિ. ના ચેરમેન શ્રી વિનોદ અગ્રવાલ દ્વારા કલાઇમેટ ચેન્જને નિવારવાના નવીન વિચારો થકી બીજા દેશમાં કેવી રીતે કલાઇમેટ ચેન્જ ના પડકારને સ્ટાર્ટઅપ્સ દ્વારા પગલા લેવામાં આવ્યા છે તે વિશે યુવાઓને પ્રેરીત કર્યા.

કલાઇમેટ ચેન્જ અને સ્ટાર્ટઅપ્સનું આ ચર્ચા સત્ર યુવાનો માટે ખૂબ જ પ્રોત્સાહિત અને પ્રેરણાદાયી રહયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.