કાપડના વેપારીને વધુ નફો રળવાની લાલચમાં 50 લાખ ખોવાનો વારો આવ્યો
કાપડના વેપારી પાસેથી પૈસા લઈ આરોપીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો છેતરપિંડી થયાનું માલૂમ થતા વેપારીએ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી-બે દિવસમાં તગડો નફો આપવાની લાલચમાં ફસાયો મુંબઈનો વેપારી-કાપડના વેપારી પાસેથી પૈસા લઈ આરોપીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો છેતરપિંડી આચરી
સુરત, સુરતમાં તગડા નફાની લાલચમાં મુંબઈનો વેપારી ફસાયો અને લાખો રૂપિયા ગુમાવ્યા. મુંબઈ મીરા રોડના કાપડના વેપારીને વધુ નફો રળવાની લાલચમાં ૪૯.૫૩ લાખ રૂપિયા ખોવાનો વારો આવ્યો.
ગઠિયાઓએ વેપારીને નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા. કાપડના વેપારી પાસેથી પૈસા લઈ આરોપીએ ફોન સ્વિચ ઓફ કરી દિધો. છેતરપિંડી થયાનું માલૂમ થતા વેપારીએ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી.
મળતી માહિતી મુજબ મુંબઈ મીરા રોડ પરના કાપડનો વેપારી વધુ વ્યવસાય અર્થે લોકો સાથે સંપર્કો બનાવ્યા. પોતાનો વેપાર વધારવા કાપડના વેપારી મિત્રો સાથે વાતચીત કરતો. જો કે વેપારના વિસ્તાર અને વધુ કમાણી કરવાની લાલચમાં વેપારીના મિત્રો અને બે સાગરીતોએ ભેગા મળી ખેલ કર્યો.
વેપારી પાસેથી માતબર રકમ લઇ આરોપીઓએ સ્વિચ ઓફ કર્યો. કાપડના વેપારી મૂળ ધોરાજીનો વતની છે અને મુંબઈમાં મીરા રોડ પર કાપડનો વેપાર કરે છે. મિત્રોએ છેતરપિંડી કરી રૂપિયા પડાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી.
સુરત પોલીસે વેપારીની ફરિયાદ પર કાર્યવાહી કરી. ફરિયાદ થતા સુરતની મહિધરપુરા પોલીસે ચારેય આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા. પોલીસે મુંબઈના ૨ અને ધોરાજીના ૨ આરોપીને દબોચી લીધા. હસીન યુનુસ જુણેજા, અહમદ અજીમ માકડા, અવેશ અસગર નાગાણી અને કુલદીપ માવાણીની ધરપકડ કરી. આરોપીની ધરપકડ કરતા પોલીસે તેમની પાસેથી રૂ. ૩૫.૨૦ લાખ કબ્જે કર્યા.