ક્લબ મહિન્દ્રાએ જયપુર અને દક્ષિણ કેરળમાં રિસોર્ટ શરૂ કર્યા
મુંબઈ, ક્લબ મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્ઝ ઇન્ડિયા લિમિટેડની મુખ્ય બ્રાન્ડ છે, જેણે ઉત્તર પશ્ચિમમાં ક્લબ મહિન્દ્રા જયપુર રિસોર્ટ અને દક્ષિણ ભારતમાં ક્લબ મહિન્દ્રા અરૂકુટ્ટી રિસોર્ટ શરૂ કર્યા છે. વ્યૂહાત્મક સ્થાનો પર સ્થિત તથા જયપુર અને કોચિનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આશરે એક કલાકના અંતરે સ્થિતિ અનુક્રમે આ બંને રિસોર્ટ સભ્યો માટે પ્રવાસનો ખરાં અર્થમાં યાદગાર અનુભવ પ્રદાન કરવા વિશિષ્ટ અનુભવો પ્રદાન કરશે.
આ બંને રિસોર્ટ શરૂ થવા પર મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના ચીફ રિસોર્ટ ઓફિસર શ્રી મિગ્યુએલ મુનોઝે કહ્યું હતું કે, “આ પ્રવાસ પર નિયંત્રણ સાથે મુશ્કેલ વર્ષ છે. અમારા ક્લબ મહિન્દ્રા જયપુર અને અરૂકુટ્ટી રિસોર્ટ્સ શરૂ થવાની સાથે અમે તમને સલામત, વધારે સુવિધાસંપન્ન આતિથ્યસત્કારનો અનુભવ મેળવવા આમંત્રણ આપીએ છીએ.
મધ્યમાં સ્થિત આ રાજસ્થાન અને કેરળમાં આ અમારો અનુક્રમે પાંચમો અને નવમો રિસોર્ટ છે. આ નવા ખુલેલા રિસોર્ટ સમૃદ્ધ સંસ્કૃતિઓ, લક્ઝરી ડિઝાઇનો, સ્થાનિક વાનગીઓ તેમજ તમારા અને તમારા પરિવાર માટે દરેક ક્ષણને ચમત્કારિક બનાવવા વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે.”
ક્લબ મહિન્દ્રા જયપુર રિસોર્ટ
ભારતના સાંસ્કૃતિક રાજ્યમાં શિરમોર ગણાતા રાજસ્થાનમાં આકર્ષક બિલ્ડિંગો, સુંદર કિલ્લાઓ વચ્ચે સ્થિતિ ક્લબ મહિન્દ્રાનો આ રિસોર્ટ 72 રૂમ ધરાવે છે, જેમાં 12 વન-બેડરૂમ એપાર્ટમેન્ટ, 50 સ્ટુડિયો અને 10 હોટેલ યુનિટ સામેલ છે. એનું સુવિધાજનક સ્થાન, આંતરરાષ્ટ્રીય સુવિધાઓ અને ઉત્સાહજન આતિથ્યસત્કાર તમને ઘરથી દૂર ઘર જેવી સુવિધા પ્રદાન કરશે. આ રિસોર્ટ તમને ઐતિહાસિક સ્થાપત્યો અને પ્રસિદ્ધ બજારોની મુલાકાત લેવાની તક આપે છે.
ક્લબ મહિન્દ્રા અરૂકુટ્ટી રિસોર્ટ
દક્ષિણ કેરળમાં અલાપ્પુઝા ડિવિઝનમાં સ્થિત અરૂકુટ્ટી ઓછાં જાણીતાં સ્થાનો પૈકીનું એક છે. 43 એકરમાં હરિયાળી, ઊંચા અને સુંદર વૃશ્રો તથા મનોહર જળાશયો સાથે આ રિસોર્ટ તમને કુદરતને એની સંપૂર્ણ અને શ્રેષ્ઠ સ્વરૂપમાં માણી શકો છો. ક્લબ મહિન્દ્રા અરૂકુટ્ટી રિસોર્ટ એના સુંદર જળાશયો, શાંતિમય જીવન, મિશ્ર સંસ્કૃતિ ધરાવે છે અને કોચિન શહેર સાથે નિકટતા ધરાવે છે.
82 રૂમ, શાનદાર સ્થળ અને યાદગાર રોકાણ માટે વિસ્તૃત કેનવાસ સાથે આ રિસોર્ટ તમને કુદરતના ખોળામાં આરામ અને ઊર્જાવંત થવાનું ઉત્તમ સ્થાન પૂરું પાડે છે. સ્થાનિક પર્યટન સ્થળો ઉપરાંત રિસોર્ટ તમારા તન, મન અને હૃદયને હળવું અને ચેતનવંતુ કરવા સ્પા થેરપી, ઇન-હાઉસ રેસ્ટોરાંમાં સ્થાનિક સ્વાદિષ્ટ વાનગી અને તમારા દિવસની સારી શરૂઆત કરવા ફિટનેસ સેન્ટરની સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિસોર્ટ બેકવોટર પર બોટિંગ, ખાનગી જળાશયમાં ફિશિંગ અને હાઉસબોટ ડાઇનિંગનો અનુભવ પણ આપે છે.