CMના આગમન પૂર્વે મીડિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ
રાજકોટ, રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં DCP ઝોન-૧ પ્રવીણકુમાર મીણાએ પત્રકારો સાથે ગેરવર્તણૂંક કરી હતી. ત્યારે આ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહને તપાસ સોંપાઇ છે. આ સમગ્ર વિવાદને લઇને તપાસનો રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયો છે. માત્ર બે દિવસની અંદર તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો. આજ રોજ DCP ઝોન-૧એ હિરાસર એરપોર્ટ પર પત્રકારો સાથે ગેરવર્તણૂંક કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજ રોજ રાજકોટમાં ઝ્રસ્ના આગમન પૂર્વે મીડિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું. DCP ઝોન-૧ પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તણૂંક કરતા ખુદ CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. DCP ઝોન-૧એ પત્રકારોને ડિટેઇન કરવા સુધીની ધમકી આપી. જાે કે, રાજકોટના DCP સાહેબના ગુસ્સાને કારણે CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. CMએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જે થયું છે તે માટે હું દિલગીર છું. પણ હવું નવું ના થાય એવું ધ્યાન રાખીશું. બીજી વખત ના થાય એનું ધ્યાન રાખીશું.’
જણાવી દઇએ કે, રાજકોટ ખાતે નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હિરાસર એરપોર્ટના કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હતાં. ત્યારે તેના કવરેજ માટે મીડિયાકર્મીઓ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં DCP ઝોન-૧એ મીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું કહેતા મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી. ACP અને DCP ઝોન-૧ને મીડિયાકર્મીઓએ કહ્યું હતું કે તેઓને અહીં તંત્ર લઇને આવ્યું છે. તેમ છતાં તેઓ કોઇનું સાંભળવા જ તૈયાર ન હોતા. જેના કારણે ખાખી જાણે કે મીડિયાકર્મીઓ આતંકવાદી હોય તેમ ગુસ્સો ઉતારતા હતાં.
હિરાસર એરપોર્ટ ખાતે ત્રણ ગાડી લઇને ગયેલા પત્રકારોને ડિટેઇન કરવાની રીતસરની ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત એક કેમેરામેનની કારની ચાવી પણ લઇ લેવાઇ હતી.આને એક પ્રકારનો અત્યાચાર જ કહી શકાય. પરંતુ DCP ઝોન-૧ પ્રવીણકુમાર મીણાએ આવી ખીજ કેમ ઉતારી? શું સવારમાં વહેલો બંદોબસ્ત હતો એટલે કે પછી નવા પોલીસ કમિશ્નર આવ્યાં એટલે?આખરે કેમ પ્રવિણકુમાર મીણાને ગુસ્સો કેમ આવ્યો? તેઓએ કેમ લોકોના બાવડા પકડ્યાં, બોચી પકડી અને કારમાં ઘૂસાડીને ડિટેઇન કરવાની ધમકી આપી. SS3KP