Western Times News

Gujarati News

મને સીએમ-ડેપ્યુટી સીએમ પદની ઓફર મળી હતીઃ સોનું સુદ

આજે પણ અભિનેતા લોકોની મદદ કરી રહ્યો છે

જો મારે લોકોની મદદ કરવી છે, તો હું પહેલાથી જ તેમની મદદ કરી રહ્યો છે, મારે કોઈને પુછવાની જરુર નથી

મુંબઈ,
વર્ષ ૨૦૨૦માં આખી દુનિયા કોવિડનો સામનો કરી રહી હતી. કોવિડ લોકડાઉનમાં પ્રવાસી મજુરો અને દેશભરના જરુરિયાતમંદ તમામ લોકો પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે તરસી રહ્યા હતા. આ દરમિયાન લોકો એકબીજાની મદદ માટે આવ્યા હતા. આ દરમિયાન બોલિવુડ સ્ટાર સોનું સુદ પણ મસીહા બની બધાની સામે આવ્યો હતો.તેમણે એટલી મદદ કરી કે પોતાની પ્રોપર્ટી પણ ગિરવે રાખી દીધી હતી. જમવાના પેકેટથી લઈ બસ શરુ કરવાવાની તમામ સંભવ પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. આજે પણ અભિનેતા લોકોની મદદ કરી રહ્યો છે.હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેની વાતચીતમાં સોનુ સૂદે જણાવ્યું કે તેને ઘણી વખત રાજકારણમાં જોડાવા માટે સારી ઓફર મળી હતી.

તેને રાજ્યસભામાં પણ સીટ ઓફર કરવામાં આવી હતી પરંતુ અભિનેતાએ આ તમામ ઓફરને ઠુરાવી દીધી હતી. તેની પાછળના કારણનો પણ સોનુ સુદે ખુલાસો કર્યાે છે.જ્યારે સોનુ સુદે લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરવાની શરુ કરી તો લોકોને એવું લાગ્યું તે આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે, તેને રાજનીતિમાં આવવું છે. પરંતુ અભિનેતાએ આ વાતને ક્યારે પણ મનમાં લીધી ન હતી. સોનુ સુદ પોતાની આવનારી ફિલ્મ ફતેહનું પ્રમોશન કરી રહ્યો હતો.આ દરમિયાન તેમણે ફરી એક વખત રાજનીતિમાં સામેલ થવાને લઈ સવાલો કરવામાં આવ્યા હતા. જેના પર અભિનેતાએ કહ્યું મને સીએમ બનવાની પણ ઓફર મળી હતી.

જ્યારે મે આના વિશે ના પાડી તો મને કહેવામાં આવ્યું કે, ડિપ્યુટી સીમે બની જા. તે બધા મોટા લોકો હતા. મને રાજ્યસભાની સીટની પણ ઓફર થઈ હતી.સોનુ સુદે રાજનીતિમાં ન આવવાના કારણનો પણ ખુલાસો કર્યાે છે. તેમણે કહ્યું રાજકારણમાં લોકો ૨ કારણે આવે છે. એક તો પૈસા કમાવવા અને બીજું સત્તા માટે અને મારે આ બન્નેમાંથી કોઈની જરુર નથી.જો મારે લોકોની મદદ કરવી છે, તો હું પહેલાથી જ તેમની મદદ કરી રહ્યો છે. મારે કોઈને પુછવાની જરુર નથી. કોઈ જાતિ, ધર્મ, ભાષા વગર કોઈ ભેદ જોયા વગર હું મદદ કરું છુ. પરંતુ રાજકારણમાં આવ્યા બાદ મારે કોઈને જવાબ આપવો પડશે અને મને ડર છે કે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.