Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર પટેલ સહિત 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી,  10 મંત્રીઓ કપાયા

નવી સરકારમાં સૌરાષ્ટ્રના 5, ઉત્તર-દક્ષિણ ગુજરાતના 4, મધ્ય ગુજરાતના 3 MLAનો સમાવેશ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગ ગાંધીનગર ખાતે ભારતભરમાંથી રાજનેતાઓ આવ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થવા તેમજ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા

અને સોમવારે બપોરે 2 વાગે યોજાયેલી શપથ વિધીમાં ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર મંત્રીમંડળના સાથીઓને અભિનંદન આપ્યા હતા.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી, ઉત્તરપ્રદેશના યોગી આદીત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્માઈ, નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફ્યુ રિયો ઉપસ્થિત રહ્યા હતા.

શપથવિધિ સમારોહમાં પાર્શ્વ ગાયક શ્રી પાર્થિવ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત ભાઈ ભાઈ ફેમ પાર્શ્વ ગાયક શ્રી અરવિંદ વેગડા, ગુજરાતી અભિનેતા શ્રી સુનિલ વિશ્રાની, પાર્શ્વ ગાયિકા શ્રી ઐશ્વર્યા મજમુદાર હાજર રહ્યા હતા.

કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મૂળુભાઈ બેરા, શ્રી કુબેરભાઈ ડીંડોર અને શ્રીમતી ભાનુબેન બાબરિયા..

રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બચુભાઈ ખાબડ અને શ્રી પરશોત્તમભાઈ સોલંકી…

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ ગ્રહણ કરતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને શ્રી હર્ષભાઈ સંઘવી…

 

ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી ભીખુસિંહ પરમાર અને શ્રી કુંવરજીભાઈ હળપતિ

Bhupendra Patel took oath as the CM of Gujarat, along with his cabinet ministers, in Gandhinagar Monday at 2.00PM. PM Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, JP Nadda & uttarpradesh CM Yogi Adityanath and madhyapradesh CM SS Chouhan attended the event at Gandhinagar. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.