Western Times News

Gujarati News

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ આદરાંજલિ આપતા મુખ્યમંત્રી

CM bhupendra patel Late Shyamaprasad Mukherjee

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી.

રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે.

આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ ભાવાંજલિ અર્પણ કરવાની પરંપરા રૂપે આજે મુખ્યમંત્રીશ્રીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ કરી હતી મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી,

ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીન્ડોર, ધારાસભ્યો પ્રદિપસિંહ જાડેજા, શંભુજી ઠાકોર, મેયર શ્રી હિતેશ મકવાણા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ આ વેળાએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં જાેડાયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.