Western Times News

Gujarati News

બાળકોમાં માનકીકરણ અને ગુણવત્તાનાં ધોરણોની સમજમાં વધારો કરતી કૉમિક બુક્સનું વિમોચન

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે ભારતીય માનક બ્યુરો (BIS)ના 78મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત ‘ક્વોલિટી કોન્ક્લેવ’માં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે બાળકોમાં માનકીકરણ અને ગુણવત્તાનાં ધોરણોની સમજમાં વધારો કરતી કૉમિક બુક્સનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થા દ્વારા આયોજિત માનક ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બનેલ બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપતા ક્વોલિટી, સસ્ટેનેબીલીટી અને સ્ટાન્ડર્ડાઇઝેશનની હિમાયત કરી છે.

તેમણે ગુજરાતમાં ઉપભોક્તા, ઉત્પાદનો તેમજ નાગરિકોને મળતી સરકારી સેવા-સુવિધાઓમાં ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ જાળવવાના વર્ક કલ્ચરનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ @IndianStandards ના અગ્રીમ યોગદાનથી વિશ્વકક્ષાની ગુણવત્તાયુક્ત સેવા-સુવિધા, ઉત્પાદનો દ્વારા વિકસિત ભારત માટે કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો ડિફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયામેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે.

ભારતીય માનક બ્યુરો – બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શાળાના બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સાહિત કરતી ગુજરાતી કોમિક બુકનું વિમોચન તથા ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ની ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓનું ટ્રોફી અર્પણ કરીને સન્માન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવા તરફ ગતિ કરી રહ્યું છે. આ માટે આપણા ઉત્પાદનોસેવાઓપ્રોડક્ટસ બધું જ વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરે તેવું સક્ષમ બનાવવામાં ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે.

 

તેમણે કહ્યું કેવડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ક્વોલિટી અને સસ્ટેઈનેબલિટીને જે મહત્વ અપાયું છે તેના પરિણામે આજે ઇન્ડિયન પ્રોડક્ટસની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડની અગાઉ જે ઇમેજ હતી તેમાં ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કેએક વ્યક્તિથી દેશદેશના ઉત્પાદનોસેવાઓની ગુણવત્તા બધામાં કેટલો મોટો ક્વોલિટેટીવ બદલાવ આવી શકે તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે.

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2016 માં જે નવા BIS અધિનિયમો લાગુ કરવામાં આવ્યા તેના પરિણામે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશને વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કેલોકોની માંગ અને અપેક્ષા બેય વધ્યા છે અને ક્વોલિટી પ્રોડક્ટ સાથે ગુજરાતે પબ્લિક ડિલિવરી સિસ્ટમ પણ ગુણવત્તા યુક્ત અને ઝડપી બનાવી છે.

ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં એવું વર્ક કલ્ચર વિકસાવ્યું છે કે લોકોને સરકાર દ્વારા મળતી વિવિધ સેવાઓમાં પણ ગુણવત્તા અને માનક જળવાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા ઉમેર્યું કેગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૨૦૦૯માં ગુજરાત સી.એમ. ઓફિસે ISO 9001 ક્વોલિટી સર્ટીફીકેશન મેળવવાનું ગૌરવ મેળવેલું છે.

મુખ્યમંત્રી કાર્યાલયે આ પરંપરાને હાલ પણ આગળ ધપાવતા ૨૦૨૪ થી ૨૦૨૬ ના સમયગાળા માટે ISO 9001-2015 સર્ટીફીકેશન ક્વોલિટી પબ્લિક ડિલિવરી સિસ્ટમ માટે મેળવ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કેરાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા અને માનકને મહત્તા આપતાં પ્રોક્યોરમેન્ટ પોલિસી ૨૦૨૪માં પણ BIS સર્ટિફિકેશન ધરાવતી પ્રોડક્ટસ વસ્તુઓની ખરીદીને પ્રેફરન્સ આપવામાં આવે છે.

ભારતીય માનક બ્યુરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં આ કોન્કલેવના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે BIS અને ગુજરાત સરકારે સાથે મળીને રાજ્યમાં ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ માટે જે વિવિધ પહેલો કરી છે તેની વિગતો આપી હતી.

BIS દ્વારા સમગ્ર દેશમાં ૧૦ હજાર સ્ટાન્ડર્ડ ક્લબ્સ ઉભી કરવામાં આવી છે તેમાંથી ૧૨૦૦ ક્લબ ગુજરાતમાં કાર્યરત છે. આવી ક્લબનો ઉદેશ્ય માનક અને ગુણવત્તા વિશે વિદ્યર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.

દેશમાં આપવામાં આવતા BIS લાયસન્સના ૧૨ ટકા ગુજરાતમાં અપાય છે તેની પણ વિગતો શ્રી સુમિત સેંગરે આપી હતી. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ભારતીય માનક બ્યુરો પોતાની ભૂમિકાનું નિર્વહન હિત ધારકો સાથે મળીને કરવા પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી સંદીપ એન્જિનિયરે આ ઉજવણીમાં GCCIને સહભાગી થવાની મળેલી તક માટે આભાર વ્યક્ત કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

આ કોન્કલેવમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉદ્યોગકારો ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.