મુખ્યમંત્રી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી.
મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રી શ્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને શ્રી કલ્પેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.