શ્રમિક સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી વ્યવસ્થા પોલીસ ઊભી કરે: મુખ્યમંત્રી

High officials including Ahmedabad Police Commissioner had a greeting meeting with CM Bhupendra Patel. The Chief Minister gave instructions to create a sound system so that the smallest human beings including the laborers/labourers are not wrongly harassed.
મુખ્યમંત્રીની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાતે અમદાવાદ શહેર પોલીસ તંત્રના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિક-મજદૂરોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઊભી કરવાનું પ્રેરક સૂચન કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનરશ્રીઓ, સંયુકત પોલીસ કમિશનરશ્રીઓ તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનરશ્રીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.
અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાતના સમયે મદદ માટેની હેલ્પડેસ્ક સહિતની સુરક્ષા-સલામતિ વ્યવસ્થાઓની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી
સૌ પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને પોતાનો પરિચય અને કાર્યક્ષેત્રની વિગતોથી માહિતગાર કર્યા હતા.