મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજકોટ ખાતે તિરંગા યાત્રા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તિરંગા યાત્રાના આયોજન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં હર ઘર તિરંગા’ કાર્યકમનું આજે આયોજન કરવામાં આવ્યું છે.
"Rajkot painted in the colors of patriotism"
In the presence of CM Shri @Bhupendrapbjp ji, a grand tricolor procession was held
along with enthusiasm of thousands of people.Tiranga Yatra is a synonym of deshbhakti, the vigour and enthusiasm.#HarGharTiranga pic.twitter.com/Q5vEuo3yU5
— Harsh Sanghavi (@sanghaviharsh) August 12, 2022
ત્યારે ‘હર ઘર તિરંગા’ કાર્યકમનું શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ ઉપસ્થીત રહ્યા છે.
Live: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજકોટ ખાતે તિરંગા યાત્રા. https://t.co/Bem8FIm66U
— CMO Gujarat (@CMOGuj) August 12, 2022
બહુમાળી ભવન ચોકથી શરૂ થનારી તિરંગા યાત્રા બે કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રીય શાળા પૂરી થશે અને યાત્રામાં ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ તિરંગો લેહારાવતા જોવા મળ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે #HarGharTiranga અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો. વિદ્યાર્થીઓ, વડીલો, સ્થાનિક આગેવાનો, પોલીસના જવાનો સહિત વિરાટ જનમેદનીએ આ યાત્રામાં જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી. pic.twitter.com/3zcE69mi14
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 12, 2022
આ યાત્રામાં બાઈક રેલી પણ કરવામાં આવી હતી. આ યાત્રામાં વિદ્યાર્થી દ્વારા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રામાં અલગ અલગ યુનિવર્સીટીના અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે.