Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં પ્રચંડ જનાદેશ પછી પણ મુખ્યપ્રધાન અંગે સસ્પેન્સ યથાવત

મહાયુતિના નેતાઓ અને BJP નેતૃત્વ CMનો નિર્ણય કરશેઃ બાવનકુલે

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીનો પણ સમાવેશ થાય છે

મૂંબઈ,મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ જનાદેશ મળ્યા પછી નવા મુખ્યપ્રધાન અંગે સસ્પેન્સ ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ રવિવારે જણાવ્યું હતું કે સત્તાધારી મહાયુતિ ગઠબંધનના નેતાઓ અને બીજેપી નેતૃત્વ નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતા બાવનકુલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સમાજના તમામ વર્ગાેએ ભાજપને સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસને નકારી કાઢી હતી. કોંગ્રેસના રાજ્ય એકમના વડા નાના પટોલે પણ સાકોલી બેઠક પર માત્ર ૨૦૦ વોટથી જીતી શક્યા હતાં.

રાજ્યના આગામી મુખ્યપ્રધાન અંગેના પ્રશ્નનો જવાબ આપતા બાવનકુલેએ કહ્યું હતું કે આ નિર્ણય મહાયુતિના નેતાઓ અને ભાજપના સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવશે. પસંદગી પ્રક્રિયા ગઠબંધનની ગવર્નન્સની યોજનાઓને અનુરૂપ હશે.ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીનો પણ સમાવેશ થાય છે. મહાયુતિને ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી ૨૩૦ બેઠકો પર વિજય મેળવ્યો છે.

મહાયુતિમાં ભાજપને ૧૩૨, શિવસેનાને ૫૭ અને એનસીપીને ૪૧ બેઠકો મળી છે. વિપક્ષી ગઠબંધનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ને ૧૦ બેઠકો, કોંગ્રેસેને ૧૬ બેઠકો શિવસેના (ઉદ્ધવ)ને ૨૦ બેઠકો મળી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ નેતા માટે કોંગ્રેસને જનતાએ લાયક બનાવી ન હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં લોકોનો જનાદેશ કોંગ્રેસ વિરુદ્ધ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષનો કોઈ નેતા ન હોવો તે કોંગ્રેસના પાપનું કર્મ છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને મૂર્ખ બનાવવામાં સફળ રહી હતી, પરંતુ તે વિધાનસભા ચૂંટણીમાં તેનું પુનરાવર્તન કરી શકે છે.

શિંદેની શિવસેનાના નેતા દીપક કેસરકરે રવિવારે જણાવ્યું હતું કે શિવસેનાના ધારાસભ્યોની લાગણી છે કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે તેમના નેતૃત્વમાં મહાયુતિએ ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને ચૂંટણીમાં અદભૂત દેખાવ કર્યાે છે. શિંદે સાથે બેઠક યોજ્યા પછી તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે સ્પષ્ટતા કરી હતી કે શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સીએમ મુદ્દે સર્વસંમતિથી નિર્ણય લેશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.