રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોની રજૂઆતોને CMએ સાંભળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/swagat-1024x538.jpg)
File
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોની રજૂઆતો, સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા.
તેમજ તેના સુચારુ અને ઝડપી નિવારણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા ઉપસ્થિત સંબંધિત અધિકારીઓ તથા વિવિધ જિલ્લાઓમાંથી ઓનલાઈન જોડાયેલા તંત્રવાહકોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.