દેગામ ખાતે વારી એનર્જીના દેશના સૌપ્રથમ 5.4GW સોલાર સેલ મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીનો શુભારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે વારી એનર્જી લિ. ના દેશના સૌપ્રથમ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ 5.4GW સોલાર સેલ મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી સહિતના સર્વે મહાનુભાવોએ આ પ્લાન્ટની મુલાકાત કરી, સમગ્ર કાર્યપ્રણાલી અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.