CNG ગાડી વાપરો છો, તો પંપ પર ગેસ રિફિલિંગ દરમ્યાન આવું પણ થઈ શકે છે
ભરૂચની નર્મદા ચોકડી નજીક સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ-સદ્દનસીબે કોઈ જાનહાની નહિઃ કારના ફુરચેફુરચા ઊડી ગયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની નર્મદા ચોકડી નજીક બુધવાર ની મોડી રાત્રીએ કારમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા.જાે કે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર બુધવાર ની મોડી રાત્રીએ ભરૂચની નર્મદા ચોકડી કે જ્યાં સીએનજી પંપ આવેલ છે જેમાં એક ફોરવ્હીલ ગાડી રીફીલિંગ માટે આવી હતી.તેમાં રીફીલિંગ કરતી વેળાએ ટેન્કમાં એકાએક બ્લાસ્ટ થયો હતો અને હોન્ડાની કાર નંબર જીજે ૦૧ આરએક્સ ૩૯૬૪ ના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
પરંતુ સીએનજી રીફીલિંગ દરમ્યાન કોઈને ગાડીમાં બેસવાની પરવાનગી નથી આપવામાં આવતી તે તકેદારીને કારણે સદ્દનસીબે કોઈનો જીવ જાેખમયો ન હતો અને પંપ પર પણ કોઈ પ્રકારનું આર્થિક નુકશાન થયું ન હતું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના કારણે લોકો હવે સીએનજી કાર તરફ વળી રહ્યાં છે.પરંતુ સીએનજી કાર ચાલકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય.કારણ કે જાે આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે.કેમ કે કેટલીક વાર લોકો ઝ્રદ્ગય્ પુરાવતી વખતે પેટ્રોલ પંપવાળાએ સૂચના આપી હોવા છતાં લોકો કાર માંથી નીચે નથી ઉતરતા હોતા.ત્યારે આ પ્રકારની ભૂલ તમારો જીવ પણ લઈ શકે છે.
સીએનજી પંપ પર હંમેશા ગેસ ભરતા પહેલાં ત્યાંના કર્મચારી લોકોને વાહન માંથી નીચે ઉતારી દેતા હોય છે.લોકોની સેફ્ટીને ધ્યાને રાખી આવું કરવામાં આવતું હોય છે.ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું એ જ હિતાવહ છે.જાે ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં મોટી જાનહાનિ સર્જાઈ હોત.