CNG રિક્ષામાં મુસાફરો ના બદલે બુટલેગરે વિદેશી દારૂની હેરાફેરી શરુ કરી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે મુસાફરોની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી સીએનજી રિક્ષામાં દારૂની હેરાફેરી ચાલુ થતા પોલીસ પણ વિચારતી થઇ ગઈ છે
અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા-શામળાજી રોડ પર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શામળાજી તરફથી આવતી સીએનજી રિક્ષાના ચાલકે નાકાબંધી જોઈ પુરપાટ ઝડપે દોડાવી મુકતા એલસીબી પોલીસે રીક્ષાનો પીછો કરતા ફિલ્મીદ્ર્શ્યો સર્જાયા હતા રિક્ષાચાલકને લાલપુર નજીકથી દબોચી લઈ રિક્ષામાં સંતાડેલ રૂ.૫૪૦૦/- નો જથ્થો જપ્ત કરી સોનાસણ(જાબ ચિતારીયા) ના રિક્ષાચાલક ક્રિપાલસિંહ રજુસિંહ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી