Western Times News

Gujarati News

સીએનજીના ભાવમાં રૂપિયા ૬નો પ્રતિ કિલોગ્રામમાં વધારો

મુંબઈ,  સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર લાગ્યો છે. લોકોને ફરી એકવાર વધેલા ભાવ સાથે સીએનજી ખરીદવો પડશે.
જાેકે મુંબઇ શહેરના ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડે CNGની કિંમતમાં વધારો કર્યો છે. આ સાથે જ PNGના ભાવમાં પણ વધારો કર્યો છે. જાેકે ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે પરંતુ સીએનજીના ભાવમાં થઇ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી રહી છે. દેશભરમાં ઘણી જગ્યાએ સીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. જેના લીધે લોકોનું બજેટ બગડી ગયું છે.

મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં ૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધાર્યો કર્યો છે. આ સાથે જ હવે લોકોને વધેલા ભાવ પર સીએનજી ખરીદવો પડશે અને તેના માટે લોકો હવેથી એકસ્ટ્રા પૈસા આપવા પડશે.

બીજી તરફ આ સાથે જ પાઇપ્ડ પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારો કર્યો છે. પીએનજીમાં તાત્કાલિક પ્રભાવથી ૪ રૂપિયા પ્રતિ યૂનિટ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કિંમતોમા૬ એક મહિનામાં આ બીજાે વધારો છે. તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ સ્તર પર પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે, ત્યારબાદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ગત કેટલાક અઠવાડિયાથી વધતા જતા ભાવના લીધે સપ્લાયર અને વિતરક ઔધોગિક આપૂર્તિમાં કાપ મુકવામાં મજબૂર થઇ રહ્યા હતા. આ વર્ષે એપ્રિલ બાદથી કિંમતોમાં આ છઠ્ઠીવાર વધારો છે.

એમજીએલે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગેસની પડતર કિંમતોમાં વધારાના કારણે અમારે પડતરની ભરપાઇનો ર્નિણય કર્યો છે. એટલા માટે અમે સીએનજીના છુટક વેચાણ ૮૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઘરેલૂ પીએનજીની કિંમત ૫૨.૫૦ રૂપિયા પ્રતિ યૂનિટ સુધી વધારી દીધા છે.

તો બીજી તરફ તાજેતરમાં જ યૂપીની રાજધાની લખનઉમાં પણ સીએનજીના ભાવ વધ્યા છે. અહીં ગ્રીન ગેસ લિમિટેડ લખનઉ અને ઉન્નાવમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૫.૩ રૂપિયાનો વધારો કર્યો છે. આ બાદ લખનઉમાં સીએનજી ૯૬.૧૦ રૂપિયા પ્રતિ કિલો અને ઉન્નાવમાં ૯૭.૫૫ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. અહી સીએનજીના ભાવ પેટ્રોલની આસપાસ પહોંચી ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.