Western Times News

Gujarati News

CNG પંપના ધારકો ૩ માર્ચે હડતાળ પર ઉતરશે

ગાંધીનગર, આજે ગુજરાત રાજ્યના સી.એન.જી ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. ૦૩.૦૩.૨૦૨૩ને શુક્રવારે સવારે ૦૭ કલાકથી અચોક્કસ મુદ્દત માટે સી.એન.જી વેચાણ બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. સી.એન.જી વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહિનાથી વધ્યુ નથી. જેના માટે પત્રો, અનેક મિટીંગો કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ ર્નિણય લેવાયો છે. ૩ માર્ચથી ઝ્રદ્ગય્ વેચાણ બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, સી.એન.જી ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો ૩ માર્ચે હળતાળ પર ઉતરશે. સી.એન.જી પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માંગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્‌ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

FGPDA (ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન)ના તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે લખ્યું છે કે, સી.એન.જી ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે ગુજરાચ રાજ્યના તમામ સી.એન.જી ડીલરોએ તા.૩-૩-૨૦૨૩ને શુક્રવારે સવારે ૭ કલાકથી સી.એન.જી વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. જેમાં એક નોધ પણ લખેલી છે કે,ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જાેડાયા છે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.