Western Times News

Gujarati News

કમાણી કરવા જીવને જોખમમાં મુકતાં દાણચોરોઃ કોકેઈનની 67 કેપશ્યુલ ગળી ગયો હતો

કોકેઈનથી ભરેલી ૬૭ કેપ્સ્યુલ ગળી ગયેલો શખ્સ ઝડપાયો

(એજન્સી)નવી દિલ્હી, નવી દિલ્હીના ઇÂન્દરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ ડ્રગ્સની દાણચોરીના મામલામાં એડિસ અબાબા (ઇથોપિયા)થી આવેલા એક કેન્યાના નાગરિકને ઝડપી પડ્યો હતો.

તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે ૬૭ કોકેઇનની કેપ્સ્યુલ પેટમાં છુપાવી રાખી હતી. મળતી માહિતી અનુસાર, કસ્ટમ્સના અધિકારીઓએ મુસાફર પર શંકા જતા તેને ટર્મિનલ-૩ પર પૂછપરછ માટે રોકી દીધો હતો.

ત્યારબાદ મુસાફરને ટર્મિનલ-૩ પર પ્રિવેન્ટીવ કસ્ટમ્સ ઓફીસમાં લઇ જવામાં આવ્યો હતો. પહેલા તો તે બહાના કાઢી રહ્યો હતો. પરંતુ વધુ કડક પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, હું કોકેઈનથી ભરેલી કેપ્સ્યુલ ગળી ગયો છું. ત્યારબાદ તેને તરત જ મેડીકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ડોકટરોએ તેના પેટમાંથી ૬૭ કેપ્સ્યુલ બહાર કાઢી હતી. જેમાંથી કુલ ટોટલ ૯૯૬ ગ્રામ હાઈ-પ્યોરીટી કોકેઇન મળી હતી. શરૂઆતની તપાસમાં પુષ્ટિ થઇ કે આ કોકેઇન જ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ૧૪.૯૪ કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે.

આ મામલામાં સ્પષ્ટ ખબર પડી રહી છે કે, આ એક મોટા ઇન્ટરનેશનલ નેટવર્કનો ભાગ છે. જેના અંતર્ગત આ શખસ ડ્રગ્સ લઈને ભારત આવ્યો હતો. આ શખસની ૭ ફેબ્રુઆરીએ NDPS એક્ટ, ૧૯૮૫ની કલમ ૨૧, ૨૩ અને ૨૯ અંતર્ગત દાણચોરી અને પ્રતિબંધિત સામાન રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલા કોકેઇનને NDPS એક્ટની કલમ ૪૩(છ)ના અંતર્ગત જપ્ત કરી લેવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.