ભિલોડા પંથકમાં ઠંડીનો ચમકારો વધ્યોઃજનજીવન પ્રભાવિત
લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો લેતા થયા
ભિલોડા, ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમ્યાન રાજકીય ઉમેદવારો અને સમર્થકો જાેરશોરથી પ્રચાર કરી રહયા છે. ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે રાજકીયગરમાવો વધવાની સાથેસાથે એકાએક ઠંડીની ચમકારો વધતા જનજીવન પ્રભાવીત થઈ રહયું છે. વાઈરલ બીમારીઓનું પ્રમાણ એકા-એક વધ્યું છે.
દવાખાનાઓમાં દર્દીઓનો ઘસારો જાેવા મળે છે. ઉત્તર ભારતમાં હીમવર્ષા થયેલ હોય જેના કારણે ઠંડીનો ચમકારો તેજગતીએ વધ્યો છે. આગામી સમયમાં ઠંડી પડવાની શરૂઆત થશે. તેવી દહેશત સેવાઈ રહી છે.
સાબરકાંઠા અને અરવલ્લોી જીલ્લા સહીત ભિલોડા તાલુકામાં તાપમાનનો પારો એકાએક ગગડવા લાગ્યો છે. આગામી સમયમાં ઠંડીનો પારો વધશે તેમ જાણવા મળેલ છે. ચોમાસા દરમ્યાન સાર્વત્રીક મેઘ મહેર દરમ્યાન ભુગર્ભ જળની સપાટી પર આવતા આ વર્ષે ઘઉનું મબલખ વાવેતર થશે. સાથે સાથે ઉત્પાદન વધશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોમાં ઘઉના વાવણી કાર્યમાં જાેડાયા છે.
ડીસેમ્બર માસની શરૂઆતમાં ઠંડીનો પારો વધુ નીચે જશે. હવામાન શુષ્ક રહેશે.ખેત પેદાશોનું મબલખ ઉત્પાદન થશે. તેમ ખેડૂતોએ જણાવ્યું હતું સહારે જીવન નિર્વાહ ગુજારતા શ્રમજીવી પરીવારોની દયનીય હાલત સર્જાઈ છે. ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો મેળવી લઈ રહયા છે. જયારે અન્ય લોકો ગરમ વસ્ત્રો શોધવા લાગ્યા છે.